back to top
Homeભારતસુપ્રીમ કોર્ટે કહ્યું- ઝાડ કાપવું માણસની હત્યા કરતાં પણ ખરાબ:મન ફાવે એમ...

સુપ્રીમ કોર્ટે કહ્યું- ઝાડ કાપવું માણસની હત્યા કરતાં પણ ખરાબ:મન ફાવે એમ વૃક્ષો કાપી ન શકાય, કોર્ટે પ્રતિ વૃક્ષ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો; 454 વૃક્ષો કાપવામાં આવ્યા હતા

સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે મોટી સંખ્યામાં ઝાડ કાપવા એ માણસની હત્યા કરતાં પણ ખરાબ છે. પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓ પ્રત્યે કોઈ દયા ન રાખવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર રીતે કાપવામાં આવતા દરેક વૃક્ષ દીઠ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત, દંડ સામે કરાયેલી અરજી ફગાવી દેવામાં આવી હતી. સંરક્ષિત તાજ ટ્રેપેઝિયમ વિસ્તારમાં 454 વૃક્ષો કાપવામાં આવ્યા હતા. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુઇયાની બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે કોઈપણ વ્યક્તિ સંબંધિત સત્તાવાળા કે સંસ્થાની મંજુરી લીધા વિના વૃક્ષ કાપી શકે નહીં. ખરેખરમાં, સુપ્રીમ કોર્ટ એક અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં એક વ્યક્તિએ વૃક્ષો કાપવા બદલ દંડ અને કોઈ કાર્યવાહી ન કરવાની માંગ કરી હતી. કાયદો અને વૃક્ષોને હળવાશથી ન લઈ શકાય બેન્ચે સીનિયર વકીલ એડીએન રાવના સૂચનને સ્વીકાર્યું કે ગુનેગારોને સ્પષ્ટ સંદેશ આપવો જોઈએ કે કાયદો અને વૃક્ષોને હળવાશથી ન લઈ શકાય અને ન લેવા જોઈએ. કોર્ટે પોતાના આદેશમાં આવા કેસોમાં કેટલો દંડ ફટકારવો જોઈએ તે અંગે પણ એક માપદંડ નક્કી કર્યો છે. 454 વૃક્ષો કાપવામાં આવ્યા અને પ્રતિ વૃક્ષ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો કોર્ટે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC) ના રિપોર્ટને સ્વીકાર્યો, જેમાં ગયા વર્ષે શિવશંકર અગ્રવાલ દ્વારા કાપવામાં આવેલા 454 વૃક્ષો માટે પ્રતિ વૃક્ષ 1 લાખ રૂપિયા (કુલ 4.54 કરોડ રૂપિયા) નો દંડ ફટકારવામાં આવ્યો હતો. અગ્રવાલનો કેસ લડી રહેલા સીનિયર વકીલ મુકુલ રોહતગીએ બેન્ચને જણાવ્યું હતું કે તેમના અસીલે પોતાની ભૂલ સ્વીકારી છે અને માફી માંગી છે. તેમણે કોર્ટને દંડની રકમ ઘટાડવાની પણ વિનંતી કરી છે, જે તેમણે કહ્યું હતું કે તે ખૂબ વધારે છે. મુકુલ રોહતગીએ કહ્યું કે અગ્રવાલને ફક્ત તે જમીન પર જ નહીં પરંતુ નજીકના કોઈ સ્થળે પણ વૃક્ષારોપણ કરવાની મંજૂરી આપવી જોઈએ. કોર્ટે દંડની રકમ ઘટાડવાનો ઇનકાર કર્યો હતો. નજીકના વિસ્તારોમાં છોડ વાવવાની મંજુરી આપવામાં આવી હતી. તાજ ટ્રેપેઝિયમ ઝોન શું છે? તાજ ટ્રેપેઝિયમ ઝોન (TTZ) એ ઉત્તર પ્રદેશના આગ્રામાં તાજમહેલ અને અન્ય વારસાના સ્મારકોની આસપાસનો 10,400 ચોરસ કિલોમીટરનો સંરક્ષિત વિસ્તાર છે. આ ઐતિહાસિક સ્થળોને જોખમમાં મૂકતા પ્રદૂષણ અને પર્યાવરણીય અધોગતિને રોકવા માટે તેની સ્થાપના કરવામાં આવી હતી. કોર્ટે 1996માં TTZ માં મોટા પાયે વૃક્ષારોપણનો નિર્દેશ આપ્યો હતો. પર્યાવરણ અંગે સુપ્રીમ કોર્ટના આદેશ વિશેના આ સમાચાર પણ વાંચો… સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં વૃક્ષોની ગણતરીનો આદેશ આપ્યો: કહ્યું- પરિસ્થિતિ ખૂબ જ વિનાશક છે, દરરોજ 3000 મેટ્રિક ટન ઘન કચરો ઉત્પન્ન થઈ રહ્યો છે દિલ્હીમાં વૃક્ષોની ગણતરી કરવામાં આવશે. 19 નવેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એ.એસ. ઓકા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે વૃક્ષોની ગણતરીનો આદેશ આપ્યો હતો. બેન્ચે દિલ્હી ટ્રી ઓથોરિટીને જણાવ્યું હતું કે 50કે તેથી વધુ વૃક્ષો કાપવા માટે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC) ની મંજુરી લેવી પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments