શહેરમાં ફરી એકવાર યુવકે પોતાની ઓળખ છુપાવી મહિલા સાથે છેતરપિંડી અને બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાંદેર વિસ્તારમાં રહેતી પરિણીતાને ફૈઝાન હનીફ શેખ નામના યુવકે હિન્દુ તરીકે ઓળખ આપી મિત્રતા વધારી હતી. તેને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા અને બળાત્કાર ગુજાર્યો હતો. ઓળખ છુપાવી મહિલા સાથે છેતરપિંડી આચરી
જ્યારે પરિણીતાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે યુવકે ઇનકાર કર્યો હતો. ત્યારબાદ પરિણીતા જ્યારે તેના ઘરે ગઈ ત્યારે તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે. જેથી, પરિણીતાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ પરિણીતાનો પતિ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાના કેસમાં જેલમાં છે. આ તકનો લાભ ઉઠાવી ફૈઝાને પરિણીતા સાથે મિત્રતા વધારી હતી. ફૈઝાન શેખે પોતાની ઓળખ છુપાવી અન્ય નામ ધારણ કર્યું અને તેણી સાથે નજીકતા વધારી હતી. પ્રારંભમાં ફૈઝાન મિત્રતા અને લાગણીભરી વાતો કરતો હતો. બાદમાં તેણે લગ્નના વચન આપીને પરિણીતા વિશ્વાસઘાત કર્યો અને બળાત્કાર ગુજાર્યો હતો. ધમકીઓથી ડરીને પીડિતે લાખો ટ્રાન્સફર કરી દીધા
સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા વિજયપ્રકાશ પાંડે સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. અજાણ્યા ઠગોએ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી અને તેમને વીડિયો કોલ દ્વારા ડરાવ્યા હતા. ફર્જી પોલીસ લેટર અને ડોક્યુમેન્ટ બતાવી કહ્યું કે, તેમના નામે મુંબઇથી બેંગકોક મોકલાયેલા પાર્સલમાં ડ્રગ્સ, પાસપોર્ટ અને ATM કાર્ડ મળ્યા છે અને તેમના આધારકાર્ડ પરથી નકલી બેન્ક ખાતા ખુલ્યા છે. આ ધમકીઓથી ડરીને પીડિતે 20.50 લાખ રૂપિયા ફેડરલ બેન્કના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા. સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં આવી ઠગાઈઓ વધી રહી છે, જેથી સાવચેત રહેવું જરૂરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી
સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતી પરિણીતાનો પીછો કરી યુવકે મોબાઈલ નંબરની માંગણી કરી હતી. પ્રારંભમાં મહિલાએ અવગણના કરી પરંતુ, યુવકે અવારનવાર ટ્યુશન ક્લાસીસ અને ઘર સુધી તેનો પીછો ચાલુ રાખ્યો હતો. આ અંગે પરિણીતાએ પતિને જાણ કરતાં તેઓએ યુવકને પકડવાની કોશિશ કરી પણ તે ફરાર થઈ ગયો. અંતે, પરિણીતાએ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી જીતેન્દ્ર સવજીભાઈ કાકડીયાની ધરપકડ કરી છે.