back to top
Homeમનોરંજનહરિયાણવી ગન કલ્ચરમાં પાકિસ્તાનનો હાથ?:CM સૈનીના OSDએ કહ્યું- પંજાબના પૈસે પાકિસ્તાન ભંડોળ...

હરિયાણવી ગન કલ્ચરમાં પાકિસ્તાનનો હાથ?:CM સૈનીના OSDએ કહ્યું- પંજાબના પૈસે પાકિસ્તાન ભંડોળ બનાવી રહ્યું છે; તે પૈસા હરિયાણાના ગાયકોને આપવામાં આવે છે

હરિયાણામાં ગન કલ્ચરને લગતાં પ્રતિબંધિત ગીતોના વિવાદમાં હવે પાકિસ્તાન પણ ઊતર્યું છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના ઓએસડી અને પ્રચાર સેલના અધ્યક્ષ ગજેન્દ્ર ફોગાટે જણાવ્યું હતું કે, ‘હરિયાણાના કલાકારોને ગન કલ્ચર પર ગીતો ગાવા માટે પંજાબ દ્વારા પાકિસ્તાનથી ભંડોળ મળી રહ્યું છે.’ તેમને દરેકને 15 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. જે લોકો ગન કલ્ચર પર ગીતો ગાય છે તેમને હરિયાણાની સંસ્કૃતિ કે યુવા પેઢી સાથે કોઈ લેવાદેવા નથી. તેમને ફક્ત પૈસા અને પોતાના ઘર ભરવામાં રસ છે. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા, ફોગાટે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાન દિલ્હી પહોંચવા માગે છે, પરંતુ હરિયાણા તેના માર્ગમાં આવી રહ્યું છે. તેથી, પંજાબની સંગીત કંપનીઓને હરિયાણામાં પ્રવેશ કરાવીને આપીને, ગન કલ્ચરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેથી દિલ્હીનો રસ્તો બનાવી શકાય. ફોગાટે એક ખાનગી ચેનલ પર આ વાત કહી હતી. તાજેતરમાં, રાજ્ય સરકારે ગન કલ્ચરનો હવાલો આપતાં 9 હરિયાણવી ગીતો પર પ્રતિબંધ મૂક્યો હતો. આમાંથી 7 સોન્ગ સિંગર માસૂમ શર્માના છે. ગજેન્દ્ર ફોગાટે કહેલી 5 મહત્ત્વની વાતો… 1. પાકિસ્તાને પંજાબમાં ગન કલ્ચરને પ્રોત્સાહન આપ્યું
ગજેન્દ્ર ફોગાટે કહ્યું- પાકિસ્તાને સૌથી પહેલા પંજાબમાં ડ્રગ્સ વેચ્યું. ત્યારબાદ તેણે પૈસા આપીને અને બંદૂકો વેચાવી. આ પછી પણ, જ્યારે મુરાદ બર ન આવી, ત્યારે ગન કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે, કલાકારોને ગન કલ્ચર પર ગીતો બનાવવા માટે પૈસા આપવામાં આવ્યા. આ પાકિસ્તાન દ્વારા પંજાબમાં કરવામાં આવેલ એક વિશાળ પ્રયોગ હતો, જે સફળ રહ્યો. પાકિસ્તાન આ પ્રયોગ હરિયાણામાં કરવા માગે છે. ૨. પાકિસ્તાન દિલ્હી પહોંચવા માગે છે
પાકિસ્તાન દિલ્હી પહોંચવા માગે છે. તેમણે દિલ્હીને અસ્થિર કરવું છે, પરંતુ હરિયાણા વચ્ચે આવી રહ્યું છે. હરિયાણા સંદેશની ભૂમિ છે, ગીતાની ભૂમિ છે. અહીં ખોટી સંસ્કૃતિ ફેલાઈ શકે નહીં. છતાં, પાકિસ્તાન પંજાબમાં ફેલાયેલી સંસ્કૃતિને અહીં ફેલાવવાનું વિચારી રહ્યું છે. ૩. હરિયાણાના ગાયકોને ગન કલ્ચર સાથે સંબંધિત ગીતો ગાવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.
છેલ્લા 5 થી 6 વર્ષમાં પંજાબની ઘણી સંગીત કંપનીઓ હરિયાણામાં પ્રવેશી છે. તે કંપનીઓએ હરિયાણાના કલાકારોને 15 લાખ રૂપિયા આપ્યા છે, જેમને પહેલા 40-50 હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા, અને તેમને પંજાબ જેવા ગીતો બનાવવા કહ્યું. આ ગીતો ટ્રેન્ડના નામે બનાવવામાં આવ્યા હતા. પરિણામ એ છે કે આજે હરિયાણામાં દરેક ચોથો ગાયક ગન કલ્ચર પર ગીતો બનાવી રહ્યો છે. પંજાબ હરિયાણાની સાંસ્કૃતિક સોઇ સેટ કરવામાં લાગ્યું છે. પંજાબની જે કંપનીઓને પાકિસ્તાનથી પૈસા મળે છે. તે હરિયાણાના કલાકારોને નચાવી રહ્યા છે -ગજેન્દ્ર ફોગાટ, મુખ્ય મંત્રીના SDO 4. હરિયાણાના કલાકારો ફક્ત પૈસા કમાવવા માગે છે
હરિયાણાના કલાકારો પંજાબની નકલ કરી રહ્યા છે. મોહાલીમાં ઘણા કલાકારોએ સ્ટુડિયો સ્થાપ્યા છે. ઘણા કલાકારો ઝીરકપુર અને મોહાલીમાં રહેવા લાગ્યા છે. તે કલાકારોનો હવે હરિયાણા સાથે કોઈ સંબંધ નથી. તેમના મન સંસ્કૃતિનું ભલે નિકંદન નીકળી જાય, નાના બાળકો નર્કમાં જાય, તેમને કોઈ સંદેશો નથી આપવો. તેઓ ફક્ત પૈસા કમાવવા માગે છે. ૫. સરકાર આના પર બારીક નજર રાખી રહી છે
પાકિસ્તાનથી પંજાબમાં ભંડોળ આવી રહ્યું છે. તે પંજાબની કંપનીઓ દ્વારા આવી રહ્યું છે. તે કંપનીઓ હરિયાણાનો સંપર્ક કરી રહી છે. કામ ખૂબ જ ઝીણવટથી ચાલી રહ્યું છે, પરંતુ સરકારનું કામ પણ ખૂબ બારીકાઈથી નજર રાખી રહી છે. બધી વાતો કહી શકાતી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments