back to top
Homeગુજરાત12 કરોડની ખંડણી માટે વડોદરાના યુવકનું અપહરણ:છરીની ધમકી આપી દોઢ કરોડ લૂંટી...

12 કરોડની ખંડણી માટે વડોદરાના યુવકનું અપહરણ:છરીની ધમકી આપી દોઢ કરોડ લૂંટી લીધા, ગોત્રી પોલીસે મુંબઈમાં દરોડા પાડી યુવકને મુક્ત કર્યો

મહિલાએ તારી સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે અને પાંચ રાજયોની પોલીસ તને શોધી રહી છે. મિનિસ્ટ્રી ઓફ હોમમાં ગોઠવણ કરાવવા રૂ.12 કરોડની ખંડણી માંગી બે પરિચિતોએ મુંબઇ ખાતે રહેતા વડોદરાના યુવકને ગોંધી રાખી જાનથી મારી નાખવીની ધમકી અપાઈ હતી અને અપહરણકર્તાએ દોઢ કરોડની ખંડણી પડાવી લઈને વધુ રૂપિયાની માગણી ચાલુ રાખી હતી ત્યારે ગોત્રી પોલીસે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી અને યુવકને મુંબઈના ફ્લેટમાંથી મુક્ત કરાવ્યો હતો. આ મામલે ગોત્રી પોલીસ મુંબઈ ખાતે જઈને તપાસ કરી હતી અને CCTV સહિતના પુરાવા મેળવ્યા હતા અને પ્રીતિ સિંહાની શોધખોળ પણ કરી હતી પણ તે મળી આવી નહોતી. 28 ફેબ્રુઆરીએ ગિરીશ મુંબઈથી વડોદરા રજનીકાંતના ઘરે આવ્યો હતો
વાસણા-ભાયલી રોડ આશીર્વાદ ડુપ્લેક્સ એન્ડ બંગલોઝ ખાતે રહેતા રજનીકાંત અંબાલાલ પરમાર(પૂર્વ ફેક્ટરી ઇન્સ્પેક્ટર)નો પુત્ર નિખિલ MBAનો અભ્યાસ કરી, નવી મુંબઈ રહીને ફંડ ડેવલોપર તરીકે વ્યવસાય કરે છે. હાલ નવી મુંબઈ ખાતે રહેતા કપિલ રાજપુત અને ગિરીશ રવિન્દ્ર ભોલેને રજનીકાંત ઓળખે છે. તેઓએ નિખિલને ગોંધી રાખ્યો હતો અને છરી બતાવીને રૂ.12 કરોડની ખંડણી નિખિલ પાસે તેના પિતાને ફોન કરાવી માગણી કરાવી હતી. ત્યારબાદ ગત 28 ફેબ્રુઆરીએ ગિરીશ મુંબઈથી વડોદરા રજનીકાંતના ઘરે આવ્યો હતો. જ્યાં રજનીકાંતે કુલ રૂ.70 લાખ તેને આપ્યા હતા. આ સાથે જ ગિરીશે અન્ય રૂપિયાની વ્યવસ્થા તાત્કાલિક કરો તેમ કહી રજનીકાંતને ધમકાવ્યા હતા. કપિલે પણ ધમકી આપી 12 કરોડની વ્યવસ્થા કરવામાં વિલંબ કરશો તો તમારા પુત્ર નિખિલને પાંચ રાજ્યની પોલીસ ઉઠાવી જશે. તેનું ભવિષ્ય પૂરું થઈ જશે તેમ કહેતા રજનીકાંત ગભરાઈ ગયા હતા અને તા.7 માર્ચે અન્ય રૂ.80 લાખ રોકડા ગિરીશને આપ્યા હતા. 18 માર્ચે ગિરીશ વડોદરા આવતાં રજનીકાંતની ફરિયાદથી ગોત્રી પોલીસે ગિરીશને પકડી પાડ્યો હતો. તું ભાગવાનો પ્રયત્ન કરીશ તો મારી નાંખીશું
ગત ફેબ્રુઆરીમાં નિખિલના ફોન પરથી તેના પિતાને વોટ્સએપ કોલ કરાયો હતો ત્યારે નિખિલે તેના પિતાને જણાવ્યું હતું કે, ‘કપિલ રાજપુત અને ગિરીશ ભોલે બંને મારા ઘરે આવી મારા વિરુદ્ધ પ્રીતિ સિંહાએ ફરિયાદ કરી છે. પાંચ રાજ્યમાં 70થી વધુ FIR થઈ છે અને પાંચ રાજ્યની પોલીસ પકડવા આવી છે. તે ફરિયાદોમાં દુષ્કર્મ અંગેના ગંભીર પ્રકારના આક્ષેપ છે. પોલીસ પકડીને જેલમાં પૂરી દેશે તો આખી જિંદગી જેલમાં રહેવું પડશે. કપિલ પોલીસની ધમકી આપી પોતાના ઘરે બળજબરીથી લઈ ગયો છે. તે ઘરની બહાર નીકળવા દેતા નથી અને છરી બતાવી કહે છે કે, તું ભાગવાનો પ્રયત્ન કરીશ તો મારી નાંખીશું. 10.50 કરોડની વ્યવસ્થા થાય પછી નિખિલને ઘરની બહાર લઈ જવાશે
રજનીકાંતે ગિરીશને કહ્યું હતું કે, આટલી મોટી રકમ લઈ જાવ છો, તો અમારા પુત્ર નિખિલને એકવાર મળાવો ત્યારે કપિલના કહ્યા મુજબ રજનીકાંત અને પત્ની બંનેને ગીરીશ સાથે નવી મુંબઈ લઈ આવ્યો હતો. ત્યાં કપિલ અને ગિરીશ સાથે મધુમિતા પોતદરા નામની મહિલા પણ હતી. રજનીકાંત અને તેમના પત્નીને ગેસ્ટહાઉસમાં લઈ જવાયા હતા. દંપતીએ પોતાના દીકરા બાબતે પૂછતા કપિલ અને મધુમીતા ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો બોલી બાકીના રૂ.10.50 કરોડની વ્યવસ્થા થાય પછી નિખિલને ઘરની બહાર લઈ જવાશે, મારે દિલ્હી વાત થઈ ગઈ છે તેમ કહેતા દંપતીને વડોદરા મોકલી દીધા હતા. આ દરમિયાન આરોપી ગિરીશે તેના અન્ય બે સાથી આરોપીઓ વિશે માહિતી આપી હતી અને કપિલ રાજપુત અને મધુમીતા નવી મુંબઈમાં હોવાનું જણાવ્યું હતું. જેથી, અમે ટીમની રચના કરી હતી અને તુરંત નવી મુંબઈ પહોંચ્યા હતા જ્યાં સ્થાનિક પોલીસને સાથે રાખીને ફ્લેટ ઉપર પહોંચ્યા હતા. જ્યાં કપિલ અને મધુમીતા મળી આવ્યા હતા. જ્યાંથી બંનેની ધરપકડ કરવામાં આવી હતી. અમે પીડિતને રેસ્ક્યુ કર્યો હતો
​​​​​​​આ સમયે ફ્લેટમાં સર્ચ કરતા બાલ્કનીમાં વોશિંગ મશીનની પાછળ નિખિલને છુપાવી રાખ્યો હતો. જેથી, અમે પીડિતને રેસ્ક્યુ કર્યો હતો. મધુમિતાને કારની જડતી કરતા તેમાંથી એક કરોડ એક લાખ રૂપિયા મળી આવ્યા હતા. નવી મુંબઈ ખાતેથી કપિલ અને મધુમિતાના બે દિવસના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ લઈને તેઓને વડોદરા લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજપુતની પાર્ટનર પ્રીતિ સિંહાએ અને ટ્રેપમાં નિખિલને ફસાવ્યો હતો. આ પહેલા નિખિલ પ્રીતિ સિંહા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો. ત્યારબાદ તેઓ અલગ થઈ ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments