દક્ષિણ કોરિયાના જંગલોમાં ભીષણ આગ લાગી છે. અત્યાર સુધી તેમાં 16 લોકોનાં મોત થઈ ગયા છે અને 19 લોકો દાઝ્યા છે. ભારે હવાના લીધે આગ વધુને વધુ પ્રચંડ બની રહી છે. 1300 વર્ષ જૂનું બૌદ્ધ મંદિર પણ બળીને રાખ થઈ ગયું છે. ભીષણ આગે અત્યાર સુધી 43000 એકર જમીનને નષ્ટ કરી દીધી છે. વહીવટીતંત્રે એન્ડોંગ અને અન્ય શહેરો અને નગરોના લોકોને તેમના ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ફાયર ફાઇટરો આગ ઓલવવામાં વ્યસ્ત છે. પરંતુ હજુ સુધી સંપૂર્ણ સફળતા મળી નથી. પાંચ જગ્યાએ ભીષણ આગ લાગી
દક્ષિણ કોરિયામાં પાંચ અલગ અલગ સ્થળોએ જંગલોમાં ભીષણ આગ લાગી છે. કોરિયા ફોરેસ્ટ સર્વિસ અનુસાર શનિવારે સાન્ચેઓંગમાં લાગેલી આગમાં ચાર ફાયર ફાઇટર્સનાં મોત થયા હતા. કાર્યકારી વડાપ્રધાન હાન ડુક-સૂએ કહ્યું છે કે આગને રોકવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. તેમણે લોકોને સાવધાની જાળવવાનું પણ કહી દીધું છે. 5500 લોકોએ ઘર છોડવું પડ્યું
એન્ડોંગ અને તેના પાડોશી યુઇસોંગ અને સાન્ચેઓંગ કાઉન્ટીઓ અને ઉલ્સાન શહેરમાં 5,500થી વધુ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી હતી. દક્ષિણ કોરિયાના આંતરિક અને સુરક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, અહીં આગ સૌથી ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ઉઇસોંગ કાઉન્ટીમાં આગ ઝડપથી ફેલાઈ રહી છે. હવે એન્ડોંગ અને ઉઇસોંગ કાઉન્ટીના અધિકારીઓએ અનેક ગામડાઓ અને એન્ડોંગ યુનિવર્સિટીની નજીકના લોકોને સુરક્ષિત સ્થળોએ જવાનો આદેશ આપ્યો છે. 130 હેલિકોપ્ટરો આગ ઓલવવામાં વ્યસ્ત
અધિકારીઓનું કહેવું છે કે ફાયર ફાઇટર્સે આગને મોટાભાગે કાબુમાં લઈ લીધી હતી. પરંતુ શુષ્ક હવામાન અને ભારે પવનને કારણે આગ ફરી ભીષણ બની ગઈ. લગભગ 9,000 ફાયર ફાઇટર્સ, 130 થી વધુ હેલિકોપ્ટર અને સેંકડો વાહનો આગ ઓલવવામાં મદદ કરી રહ્યા છે. 7મી સદીનું મંદિર બળીને રાખ થયું
કોરિયા હેરિટેજ સર્વિસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઉઇસોંગમાં લાગેલી આગે 1300 વર્ષ જૂના બૌદ્ધ મંદિર ગૌંસાને પોતાની ચપેટમાં લઈ લીધું છે. આ મંદિર લાકડાનું બનેલું હતું. તેને 7મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. જોકે, અહીં કોઈની જાનહાનિની સૂચના મળી નથી. આગ મંદિર સુધી પહોંચે તે પહેલાં ભગવાન બુદ્ધની પ્રતિમા અને કેટલાક રાષ્ટ્રીય વારસાની વસ્તુઓ દૂર કરવામાં આવી હતી. 2600 કેદીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવી રહ્યા છે
આગના કારણે યોંગદેઓક શહેરમાં રસ્તાને બંધ કરી દેવામાં આવ્યા છે. ચાર ગામના લોકોને પોતાનું ઘર છોડવાનું કહેવામાં આવ્યું છે. ચેઓંગસોંગ કાઉન્ટીની એક જેલમાંથી લગભગ 2600 કેદીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. જોકે, દક્ષિણ કોરિયાના ન્યાય મંત્રાલયે હજુ તેની પુષ્ટિ કરી નથી. આ સમાચાર પણ વાંચો… ગુજરાતનાં મેઘરજના જંગલોમાં આગ:ઇન્દિરાનગર અને બેડઝના ડુંગરમાં આગ લાગી, વનરાજી બળીને ખાખ અરવલ્લી જિલ્લાના મેઘરજમાં આજે બપોરે 3 વાગ્યા પછી બે અલગ-અલગ સ્થળોએ જંગલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઇન્દિરાનગરના પાછળના જંગલ વિસ્તાર અને બેડઝના ડુંગર પર આગ લાગી હતી. આ સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો…