સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા ત્રણ વર્ષથી જે પ્રમાણે ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે તે જોતા એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે, ગુજરાતમાં ઘણા સમયથી ડ્રગ્સ આવતું હતું. ત્યારે એ ડ્રગ્સ કોના દ્વારા સ્પલાય કરવામાં આવતું હતું અને ક્યા મોકલાવામાં આવતુ હતું તેનો આજદીન સુધી ખુલાસો કરવામાં આવ્યો નથી. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમંત્રી રાજીનામું આપે તે પ્રકારની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ડ્રગ્સ બાબતે રજૂઆત કરાઇ
ગુજરાતનું યુવાધન ધીરે ધીરે ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે. કોલેજના વિદ્યાર્થીઓથી લઈને રાજ્યના યુવાઓ હવે ડ્રગ્સના બંધાણી થઈ રહ્યા છે. જ્યારે ગૃહ વિભાગ પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપી રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઝડપાયેલા ડ્રગ્સને લઈને કેટલાક મહત્ત્વના પ્રશ્નો બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ડ્રગ્સ બાબતે પોતાની માંગણી રજૂ કરી હતી. રાજ્ય ગૃહમંત્રી રાજીનામું આપે
આમ આદમી પાર્ટીના નેતા વિપુલ સુહાગીયાએ જણાવ્યું કે, ગૃહ વિભાગ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે ડ્રગ્સ પકડવામાં આવ્યું છે ત્યારે મહત્ત્વનો પ્રશ્ન એ ઊભો થાય છે કે સરકાર દ્વારા આજદિન સુધી એવો ખુલાસો કરવામાં આવ્યો નથી કોના દ્વારા સપ્લાય કરવામાં આવતો હતો અને ક્યાં પહોંચાડવામાં આવનાર હતું. ડ્રગ્સના મોટા માફિયા કોણ છે જે ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડી રહ્યું છે તેનો પણ ખુલાસો આજદિન સુધી ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો નથી. જો રાજ્યના ગૃહમંત્રી ડ્રગ્સ બાબતે ખુલાસો ન કરી શકતા હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.