નાણાકીય વર્ષ 2024-25 31 માર્ચે સમાપ્ત થવાની સાથે, કેટલીક સમયમર્યાદા પણ સમાપ્ત થઈ રહી છે. આ પછી તમે ‘મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ’ સ્કીમ સહિત ઘણી વિશેષ ડિપોઝિટ સ્કીમમાં
રોકાણ કરી શકશે નહીં. આ સિવાય મારુતિ સુઝુકી અને ટાટા મોટર્સ સહિત અનેક કંપનીઓના વાહનો મોંઘા થશે. આવી સ્થિતિમાં, તમે 31 માર્ચ સુધી કાર ખરીદી અથવા બુક કરીને પૈસા બચાવી શકો છો. 7 કામ જેની ડેડલાઈન આ મહિનાના એન્ડ સુધીમાં એટલે કે 31 માર્ચે પૂરી થઈ રહી છે… 1. ‘મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ’ યોજના (MSSC) માં રોકાણ સરકાર દ્વારા મહિલાઓ માટે ચલાવવામાં આવતી વિશેષ રોકાણ યોજના ‘મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ’ (MSSC) 1લી એપ્રિલ 2025થી બંધ થઈ રહી છે. આ યોજનામાં 31 માર્ચ, 2025 પછી નાણાંનું રોકાણ કરી શકાશે નહીં. આ યોજનામાં 7.5% વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. આમાં 2 વર્ષ માટે ઓછામાં ઓછા 1000 રૂપિયાથી વધુમાં વધુ 2 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.
2. PPF-Sukanyaમાં મિનિમમ રકમ જમા કરો જો તમારું પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) એકાઉન્ટ છે, પરંતુ આ નાણાકીય વર્ષમાં તેમાં પૈસા જમા કરાવી શક્યા નથી તો એક્ટિવ એક્ટિવ રાખવા માટે 31 માર્ચ 2025 સુઘી
થોડા પૈસા જમા કરાવી દો. જો પૈસા PPF અને SSYમાં જમા ન થાય તો આ એકાઉન્ટ નિષ્ક્રિય (બંધ) થઈ શકે છે. જો મિનિમમ જરૂરી રકમ જમા કરવામાં નહીં આવે, તો તમારે તેને ફરીથી એક્ટિવ કરવા માટે દંડ ભરવો પડશે. 3. ફોર વ્હીલર ઓછી કિંમતમાં ખરીદવાની તક
મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, કિયા ઈન્ડિયા, હ્યુન્ડાઈ ઈન્ડિયા અને હોન્ડા કાર્સે એપ્રિલથી તેમના વાહનોના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. મારુતિ સુઝુકીની કાર 4% સુધી મોંઘી થશે, આ મોડેલના આધારે બદલાશે. 4. UPI માટે ઈનએક્ટિવ મોબાઇલ નંબર એક્ટિવ કરાવો જો તમે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) દ્વારા ટ્રાન્ઝેક્શન કરો છો અને બેંકથી લિન્ક તમારો મોબાઈલ નંબર લાંબા સમયથી ઈનએક્ટિવ છે તો તો તેને 31મી માર્ચ સુધીમાં એક્ટિવ કરાવી લો. 1 એપ્રિલથી UPI સિસ્ટમમાંથી આવા નંબરો હટાવવામાં આવશે. આવી સ્થિતિમાં, તમારે પેમેન્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 5. સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાની તકઃ આ મહિને એટલે કે માર્ચ મહિનો ઘણી વિશેષ ડિપોઝિટ સ્કીમ્સમાં રોકાણ કરવાની છેલ્લી તક હશે. SBI ‘અમૃત કલશ’ 31મી માર્ચ 2025ના રોજ અને ‘અમૃત દૃષ્ટિ’ ડિપોઝિટ સ્કીમ સહિત 5 વિશેષ ડિપોઝિટ સ્કીમ્સ બંધ થઈ રહી છે. આ યોજનાઓમાં 8.05% સુધીનું વાર્ષિક વ્યાજ મળે છે. IDBI બેંકની ઉત્સવ ડિપોઝિટ સ્કીમ હેઠળ, તમે 300 દિવસથી 700 દિવસ સુધીની વિવિધ શરતોની FD મેળવી શકો છો. આ યોજના હેઠળ 7.05% થી 8.05% રૂપિયા સુધીનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે. 6. ટેક્સ સેવિંગ્સ ઈન્વેસ્ટમેન્ટ જો તમે હજુ સુધી ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ કર્યું નથી, તો તમે તેને 31 માર્ચ સુધી કરી શકો છો. પીપીએફ, ટાઈમ ડિપોઝીટ અને સુકન્યા સ્કીમ એવી 6 સ્કીમ છે જેમાં તમે રોકાણ કરીને ટેક્સ બચાવી શકો છો… 7. અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ છે જે કરદાતાઓ છેલ્લા બે વર્ષથી તેમના આવકવેરા રિટર્ન અપડેટ કરવા માગે છે તેઓ 31 માર્ચ પહેલા અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકે છે. ‘અપડેટેડ રિટર્ન’ ફાઇલ કરવા માટે તમારે ITR-U નામનું ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મમાં તમારે તે જણાવવાનું રહેશે તમે શા માટે અપડેટેડ રિટર્ન ફાઈલ કર્યું છે, જેમ કે ડેડલાઈન ચૂકી જવી, આવકની ખોટી પસંદગી, અથવા અસલ રિટર્નમાં ખોટો ડેટા ભરવો વગેરે. અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાની જોગવાઈ ફાઈનાન્સ એક્ટ 2022માં રજુ કરવામાં આવી હતી.