મહેસાણાની મર્ચન્ટ હોમિયોપેથી કોલેજમાં એક વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હતો. આ મામલે આજે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને મૃતક વિદ્યાર્થિનીના પરિવારજનોએ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના નગવાડા ગામની 18 વર્ષીય ઉર્વશી શ્રીમાળીએ બે મહિના પહેલા કોલેજ હોસ્ટેલના રૂમ નંબર બી/212માં આપઘાત કર્યો હતો. પ્રોફેસરોના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યાનો આરોપ છે. મૃતકના પિતાએ આચાર્ય અને 4 પ્રોફેસર સહિત 5 વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થિનીએ શંકાસ્પદ પરિસ્થિતિમાં સુસાઇડ કર્યું હતું. ત્યારે તેના મા-બાપ અને પરિવારને હજુ શંકા છે કે આ કદાચ હત્યા તો નથી થઈને, પણ સુસાઇડ નોટ જોતા પ્રથમ દ્રષ્ટિએ આત્મહત્યાનો મામલો જણાય છે. તો આ પાછળ કોની દુષ્પ્રેરણા હતી? કેવા સંજોગોનું નિર્માણ મર્ચન્ટ કોલેજમાં થયું કે આ 19 વર્ષીય દીકરીને સુસાઇડ કરવું પડ્યું. આ કેસમાં પોલીસે આરોપીના રિમાન્ડ પણ માગ્યા નથી, આવી આપઘાતની કે દુષ્પ્રેરણાની મેટર હોઈ તો કોલેજમાં શું ટોર્ચર થયું હશે. દીકરી સાથે એવું શું વર્તન કરવામાં આવતું હતું? તે પોલીસને જાણવામાં રસ હોવો જોઈએ, જેથી પોલીસે રિમાન્ડ માગવા જોઈએ. જોકે, પોલીસે રિમાન્ડ ન માગતા શંકા થઈ રહી છે. મેવાણીએ ત્રણ મુખ્ય માગણીઓ રજૂ કરી છે:
1. કેસની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ
2. મજબૂત પુરાવા સાથે ચાર્જશીટ રજૂ થવી જોઈએ
3. બે વર્ષમાં કેસની ટ્રાયલ પૂરી થવી જોઈએ વધુમાં જણાવ્યું કે, મીડિયાની હાજરીમાં આ કોલેજના સતાધીશો પર આરોપ છે કે, તેઓ કેટલાક લોકોને ડરાવતા હતા. ધમકાવતા હતા. આ પ્રમાણેની હિમંત જ્યારે દિકરીની લાશ પડી હોય ત્યારે પણ કરે તે જોતા ક્યાકને ક્યાક તે લોકોને રાજકીય પના છે. આ જે પણ કઈ રાજકીય પના હોય પણ પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ. મૃતક ઉર્વશી રોજ ડાયરી લખતી હતી એ પણ ગાયબ છે એ પણ એક શંકાના દાયરામાં છે. અમે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજુઆત કરવાના છીએ.