બુધવારે ઐશ્વર્યા રાય બચ્ચનની કારનો અકસ્માત થયો હતો. એક સરકારી બસે તેની કારને પાછળથી ટક્કર મારી હતી, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. દરમિયાન, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટક્કર પછી, એક્ટ્રેસના બાઉન્સરે બસ ડ્રાઇવરને થપ્પડ મારી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે ડ્રાઇવરે નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે બસ રોકી, ત્યારે એક્ટ્રેસના એક બોડીગાર્ડે કથિત રીતે બહાર આવીને બસ ડ્રાઇવરને થપ્પડ મારી દીધી. બસ ડ્રાઇવરે ઘટના વિશે પોલીસ ટીમને જાણ કરી અને જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે બંગલાના સુપરવાઇઝરએ બોડીગાર્ડના વર્તન માટે માફી માગી, ત્યારબાદ ડ્રાઇવરે એફઆઈઆર નોંધાવવાનો નિર્ણય પડતો મૂક્યો. જાણો શું છે આખો મામલો બુધવારે મુંબઈના જુહુ વિસ્તારમાં બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનની કારને બસે ટક્કર મારી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઐશ્વર્યા તે કારમાં નહોતી જેને બસે પાછળથી ટક્કર મારી હતી. હાલમાં આ મામલે કોઈ ફરિયાદ કે FIR દાખલ કરવામાં આવી નથી. એક્ટ્રેસ છૂટાછેડાને લઈને સમાચારમાં હતી નોંધનીય છે કે, ઐશ્વર્યા રાય તાજેતરમાં જ પોતાના અંગત જીવનને લઈને સમાચારમાં હતી. એવા અહેવાલો હતા કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે બધુ બરાબર નથી અને બંને છૂટાછેડા લેવાના છે. જોકે, થોડા સમય પછી ઐશ્વર્યા અને અભિષેક સાથે જોવા મળ્યા. અભિષેકે પોતાની વીંટી બતાવતી વખતે કહ્યું હતું કે તે હજુ પણ પરિણીત છે.