યુપીના શાહજહાંપુરમાં એક પિતાએ ચાર બાળકોની ઊંઘમાં હત્યા કરી હતી. આ પછી પોતે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. ઘટના સમયે પત્ની તેના પિયરમાં જતી રહી હતી. બાળકોની હત્યા એટલી ક્રૂરતાથી કરવામાં આવી હતી કે મૃતદેહો જોઈને પોલીસકર્મીઓ પણ હચમચી ઊઠ્યા હતા. આખો રૂમ લોહીથી લથપથ હતો. 3 છોકરીઓ અને એક દીકરાના મૃતદેહ ખાટલા પર પડ્યા હતા. બધાનાં ગળાં કાપી નાખવામાં આવ્યાં હતાં. નજીકમાં જ ધારિયું પડ્યું હતું. પિતાનો મૃતદેહ એ જ રૂમમાં ફાંસી પર લટકતો હતો. આ ઘટના રોઝા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના માનપુર ચકરી ગોટિયા ગામમાં બની હતી. એસપી સિટી દેવેન્દ્રસિંહે કહ્યું- પિતાનું નામ રાજીવકુમાર છે. પિતાએ તેની પુત્રીઓ સ્મૃતિ (12), કીર્તિ (9) અને પ્રગતિ (7) અને પુત્ર ઋષભ (11)ની ઊંઘમાં જ હત્યા કરી દીધી. પછી તેણે પણ આત્મહત્યા કરી. હત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ફોરેન્સિક ટીમે રૂમમાં તપાસ કરી હતી. ઘટના સમયે ઘરે ફક્ત પિતા અને ચાર બાળકો જ હતાં. રાજીવના પિતા પૃથ્વીરાજે પોલીસને જણાવ્યું કે તેઓ ઘરથી થોડે દૂર ખેતરમાં સૂતા હતા. ગુરુવારે સવારે 6 વાગ્યાની આસપાસ હું ઘરે પહોંચ્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. મેં ઘણો સમય બૂમો પાડી, પણ દરવાજો ખૂલ્યો નહીં. આ પછી પડોશીઓને બોલાવવામાં આવ્યા. જ્યારે હું દીવાલ કૂદીને અંદર ગયો, ત્યારે આખા રૂમમાં લોહી ફેલાયેલું હતું. ચારેય બાળકોના લોહીથી લથપથ મૃતદેહ ખાટલા પર પડ્યા હતા. જ્યારે રાજીવ ફાંસી પર લટકતો હતો. તેણે કહ્યું કે તેની પુત્રવધૂ એક દિવસ પહેલાં જ તેના પિયરમાં જતી રહી હતી. એક વર્ષ પહેલાં એક અકસ્માત થયો હતો, માથામાં ઈજા થઈ હતી. પિતા પૃથ્વીરાજે જણાવ્યું કે રાજીવનો એક વર્ષ પહેલાં અકસ્માત થયો હતો. માથાના પાછળના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. આ પછી તે માનસિક રીતે અસ્વસ્થ હતો. તે પોતાનો કન્ટ્રોલ ગુમાવી દેતો હતો. તે ગુસ્સે થઈ જતો હતો. પણ, મને ખ્યાલ નહોતો કે તે આટલી ભયાનક ઘટનાને અંજામ આપશે. એક વર્ષથી બેરોજગાર, પત્ની સાથે ઝઘડો થતો હતો પડોશીઓએ જણાવ્યું કે રાજીવના લગ્ન 14 વર્ષ પહેલાં ક્રાંતિ સાથે થયા હતા. પહેલાં તે મજૂરી કામ કરતો હતો. અકસ્માત પછી તેની માનસિક સ્થિતિ બગડતી ગઈ હોવાથી તે છેલ્લા એક વર્ષથી બેરોજગાર હતો. હું ઘરે જ રહેતો હતો. પિતા પૃથ્વીરાજ પાસે 4 વીઘા ભાડાપટ્ટે જમીન છે. આ રીતે ઘરનો ખર્ચો ચાલતો હતો. આર્થિક તંગીને કારણે તેનો પત્ની સાથે રોજ ઝઘડો થતો હતો. બુધવારે પણ, ઝઘડા પછી, પત્ની તેનાં માતાપિતાના ઘરે જતી રહી હતી. રાજીવ પાંચ ભાઈઓમાં સૌથી મોટો હતો પૃથ્વીરાજે જણાવ્યું કે રાજીવ 5 પુત્રોમાં સૌથી મોટો હતો. બીજા અને ત્રીજા ભાઈ સંજીવ અને રાજન નજીકના ઘરમાં રહે છે. ચોથો ભાઈ કુલદીપ શહેરમાં કામ કરે છે. જ્યારે સૌથી નાના દીકરા અંકિતનું દોઢ વર્ષ પહેલાં બ્રેઈન ટ્યુમરને કારણે અવસાન થયું હતું. રાજીવની માતાનું પણ બે વર્ષ પહેલાં અવસાન થયું હતું. એસપી સિટી યોગેન્દ્રએ જણાવ્યું કે આ હત્યા પછી આત્મહત્યાનો મામલો છે. ફોરેન્સિક ટીમે તપાસ કરી છે. હત્યામાં વપરાયેલું ધારિયું મળી આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી રાજીવની માનસિક સ્થિતિ સારી નહોતી. બાળકોની માતાને જાણ કરવામાં આવી છે. આ કેસની તપાસ ચાલી રહી છે.