ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય વર્ષ 2025-26 માટે નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠકનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આગામી નાણાકીય વર્ષમાં કુલ 6 MPC બેઠકો યોજાશે, જેમાંથી પહેલી બેઠક 7-9 એપ્રિલના રોજ મળશે. મોનિટરી પોલિસી કમિટી શું છે? મોનિટરી પોલિસી કમિટીમાં 6 સભ્યો હોય છે. જેમાંથી 3 RBI તરફથી છે, જ્યારે બાકીના કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. આ કમિટીને ભાવ સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે મોનિટરી પોલિસી ઘડવા ઉપરાંત મુખ્ય વ્યાજ દરો નક્કી કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. રેપો રેટ, જે બેંકોના ધિરાણ અને થાપણ દર નક્કી કરે છે, તે MPC બેઠક દરમિયાન નક્કી કરવામાં આવે છે. આ બેઠકો સામાન્ય રીતે દર બે મહિને યોજાય છે. સ્થાનિક અને આર્થિક પરિસ્થિતિઓની ચર્ચા કર્યા પછી દ્વિમાસિક મોનિટરી પોલિસીની જાહેરાત કરવામાં આવે છે. MPCના નિર્ણયો સરકારને ચલણ સ્થિર રાખવામાં અને ફુગાવાને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે મહત્વપૂર્ણ છે. વર્તમાન MPC સભ્યો ફેબ્રુઆરીમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો
અગાઉ, ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2024-25 ની છેલ્લી બેઠકમાં, RBIએ વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કર્યો હતો. ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં વ્યાજ દર 6.5% થી ઘટાડીને 6.25% કરવામાં આવ્યા હતા. આ ઘટાડો લગભગ 5 વર્ષ પછી કરવામાં આવ્યો હતો.