back to top
Homeગુજરાતપાટણમાં પીસી-પીએનડીટી એક્ટ અંતર્ગત મહત્વપૂર્ણ નિર્ણય:જિલ્લા એડવાઇઝરી કમિટીએ 6 સોનોગ્રાફી સેન્ટરના રજિસ્ટ્રેશન...

પાટણમાં પીસી-પીએનડીટી એક્ટ અંતર્ગત મહત્વપૂર્ણ નિર્ણય:જિલ્લા એડવાઇઝરી કમિટીએ 6 સોનોગ્રાફી સેન્ટરના રજિસ્ટ્રેશન રદ કર્યા

પાટણ જિલ્લા પંચાયત ખાતે પી.સી.એન્ડ પીએનડીટી એક્ટ 1994 અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. નલીનીબેન માનેના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા એડવાઇઝરી કમિટીની આ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં હતા. કમિટીએ જિલ્લામાં 3 નવા રજિસ્ટ્રેશન અને 3 રિન્યુઅલ રજિસ્ટ્રેશન રદ કરવાના નિર્ણયને મંજૂરી આપી. આ ઉપરાંત નવી અરજીઓની ચકાસણી, ચેક્લિસ્ટ અહેવાલ અને એન.ઓ.સી.ને લગતી બાબતો અંગે પણ સર્વસંમતિથી નિર્ણયો લેવામાં આવ્યા હતાં. બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ સાથે કમિટીના અન્ય સભ્યો, ભણસાલી ટ્રસ્ટ રાધનપુરના પ્રતિનિધિઓ અને જિલ્લા માહિતી કચેરીના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments