પ્રાંતિજ તાલુકાના દલપુર ગામમાં સાબરડેરી દ્વારા નવું BMCU (બલ્ક મિલ્ક કૂલિંગ યુનિટ) શરૂ કરવામાં આવ્યું છે. સાબરડેરી અને અમૂલના ચેરમેન શામળભાઇ પટેલના હસ્તે આ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ નવું યુનિટ 2000 લીટર દૂધની ક્ષમતા ધરાવે છે. અગાઉ દૂધ મંડળીમાં પશુપાલકો સવાર-સાંજ દૂધ કેનમાં ભરાવતા હતા. આ કેન પછી વાહન દ્વારા સાબરડેરી સુધી લઇ જવામાં આવતા હતા. હવે નવા BMCU યુનિટથી આ પ્રક્રિયા સરળ બનશે. શામળભાઈ પટેલે જણાવ્યું કે આ યુનિટથી ગ્રામજનોને સમયની બચત થશે. સાથે જ દૂધના કેન માટે આવતા ટ્રકના ટ્રાન્સપોર્ટ ખર્ચમાં પણ ઘટાડો થશે. તેમણે સાબરડેરીની વિવિધ યોજનાઓની માહિતી પણ આપી હતી. કાર્યક્રમમાં દલપુર દૂધ મંડળીના ચેરમેન અરવિંદભાઈ પ્રજાપતિ, વાઇસ ચેરમેન સરદારસિંહ સોલંકી, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ મકવાણા હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગામના આગેવાન આશિષભાઇ પટેલ, પ્રાંતિજ તાલુકા સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ મેહુલસિંહ સોલંકી, મંડળીના સેક્રેટરી અને મોટી સંખ્યામાં ગ્રામજનો તથા પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.