back to top
Homeગુજરાત‘બહેનોને ખાલી બસ ભરવા રાખ્યાં, પ્રમુખસાહેબ આવું ન ચાલે’:અમદાવાદમાં ભાજપના માનીતા કાર્યકરોને...

‘બહેનોને ખાલી બસ ભરવા રાખ્યાં, પ્રમુખસાહેબ આવું ન ચાલે’:અમદાવાદમાં ભાજપના માનીતા કાર્યકરોને જ વિધાનસભા સત્રમાં લઈ જવાતા વિવાદ; બહેનોએ વોટ્સએપમાં બળાપો કાઢ્યો

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ભાજપના ધારાસભ્યો તેમના વોર્ડ અને વિધાનસભાના કાર્યકર્તાઓ સત્રની કામગીરી જોવા લઈને આવે છે. ખાસ કરીને તાજેતરમાં વિધાનસભામાં કલાકારોને બોલાવવા મુદ્દે વિવાદ ઊભો થયો હતો, ત્યારે હવે ભાજપના માનીતા કાર્યકરોને જ વિધાનસભા સત્ર જોવા માટે બોલાવવામાં આવતા હોવાને લઈને સોશિયલ મીડિયામાં બળાપો સામે આવ્યો છે. અમદાવાદના ઠક્કરબાપાનગર વિધાનસભાના ઇન્ડિયા કોલોની અને સૈજપુર વોર્ડના કાર્યકર્તાઓને વિધાનસભા સત્ર દરમિયાન લઈ જવામાં આવતા ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં મેસેજ કરીને મહિલા અને અન્ય કાર્યકર્તાઓએ બળાપો કાઢ્યો હતો. રોષે ભરાયેલી બહેનોએ ‘મૂરખ સમજે છે’ લખી દીધુ
અમદાવાદ શહેર લોકસભા 108 નામના ભાજપના વ્હોટ્સએપ ગ્રુપમાં શહેરની ઠક્કરબાપાનગર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય કંચનબેન રાદડિયાની સૂચનાથી ઠક્કરબાપાનગર વિધાનસભાના ઇન્ડિયાકોલોની અને સૈજપુર વોર્ડના આમ કાર્યકર્તાઓ વિધાનસભા જોવા માટે ગયા હતા. જેના ફોટા અને મેસેજ મૂકવામાં આવતા જ ગ્રુપમાં રહેલા ભાજપના મહિલા કાર્યકર્તાઓથી લઈને અન્ય કાર્યકર્તાઓએ મેસેજ કરીને રોષ ઠાલવવાનું શરૂ કર્યું હતું. ‘બહેનોને ખાલી બસ ભરવા માટે જ રાખ્યા છે, પ્રમુખસાહેબ આવું ન ચાલે’ તેવું સ્પષ્ટ લખી દીધું હતું. બધા ગ્રુપમાં મેસેજ જોજો એટલે વોર્ડમાં કેવી રીતે કામ કરવું ખબર પડે. બહેનોને મૂરખ સમજે છે, તેવું પણ કહી દીધું હતું. બહેનોને ભીડ ભેગી કરવાની સૂચના મળતાનો ઉલ્લેખ
એક કાર્યકર્તાએ તો મેસેજમાં લખ્યું હતું કે, ‘કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા સૂચના આપે આવી રીતે જવાનું હોય તો સૂચના ના આપે, જય હો વ્હાલા-દવલા કરવાવાળા લોક પ્રતિનિધિઓ’ કહી વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાનું કહીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. મોટાભાગે મહિલા કાર્યકર્તાઓએ મહિલા ધારાસભ્ય ઉપર અને વોર્ડના પ્રમુખ ઉપર પોતાનો રોષ ઠાલવ્યો હતો. અમદાવાદની કેટલીક વિધાનસભામાં ભાજપના અને કાર્યકર્તાઓ સ્થાનિક ધારાસભ્યો અને નવા બનેલા વોર્ડ પ્રમુખોથી કાર્યકર્તાઓ પણ નારાજ છે. ધારાસભ્યો અને સંગઠનમાં રહેલા નેતાઓ વ્હાલા-દવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાનું કહી માત્ર બળાપો હાલવી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments