બે દિવસ પહેલા વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં નાળાની સફાઈ બાબતે આશિષ જોશી અને મનપા કમિશનર દિલીપ રાણા વચ્ચે તુંતું-મેંમેં થતા ભાજપના પદાધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ ઘટના બાદ વડોદરા શહેર ભાજપે આશિષ જોશીને ગેરશિસ્ત બદલ શો કોઝ નોટિસ ફટકારી હતી. દિવ્ય ભાસ્કરે નોટિસ અંગેના અન્ય કારણો જાણવાનો આશિષ જોશી સાથે વાત કરતા તેમણે કહ્યું, મને વારંવાર થતી શિસ્તભંગ અને હરણી બોટકાંડમાં કોંગ્રેસની દરખાસ્તના સમર્થનમાં અવાજ ઉઠાવવા બદલ ખુલાસો માંગવામાં આવ્યો છે. હરણી બોટકાંડના આરોપીને 11 મહિના બાદ વાજતેગાજતે રિટાયર્ડ કર્યા બાદ પેન્શનમાંથી 5 હજાર કપાત કરવામાં આવ્યા હતા. આ બાબતે પીડિતોને લાગે છે કે, તેમના વાગેલા પર મીઠું ભભરાવાનું કામ કરીએ છીએ. આ બાબતે પણ મારે કમિશનર સાથે બોલવાનું થયું હતું. જેટલા અવાજે હું બોલ્યો તેનાથી ચાર ગણા અવાજે પ્રજા અમારી સામે બોલે છે. નોટિસના જવાબમાં હું મારી કાર્યપદ્ધતિ બાબતે નવા પ્રમુખને જણાવીશ અને મારો જવાબ રજૂ કરીશ. પક્ષ નહીં કોર્પોરેશન સામે પણ પ્રજાના પ્રશ્નોને લઈ સવાલ ઉઠાવ્યો
આશિષ જોશી છેલ્લા કેટલાય સમયથી પ્રજાનો અવાજ બની હંમેશા કોર્પોરેશનની જાહેર સભામાં બોલતા રહ્યા છે. આ સાથે આ નોટિસ પાછળના કેટલાક કારણો જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું હતું કે, હરણી બોટ દુર્ઘટનામાં શરૂઆતથી પીડિતોની પડખે ઊભેલા આશિષ જોશી ન માત્ર પક્ષ પરંતુ હંમેશા પ્રજાને સહાય અને ન્યાય મળે તે માટે કોર્પોરેશન સામે પણ અવાજ ઉઠાવ્યો હતો. આ સાથે તેઓએ પૂરની સ્થિતિમાં પણ સહાય ન મળતા ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાયી સમિતિના ચેરમેનના ડ્રાઇવરને લાફો ઝીંક્યો હતો ત્યારે પણ વિવાદ સર્જાયો હતો. આ સાથે આશિષ જોશી પીડિતાને કોર્પોરેશન સહાય કરે તે માટે કોંગ્રેસની દરખાસ્તને સમર્થન કર્યું તે મુદ્દાને લઈ ખુલાસો માંગવામાં આવ્યો છે. કોંગ્રેસની દરખાસ્તના સમર્થન અંગે ખુલાસો માંગ્યો
વડોદરામાં ભાજપના વોર્ડ 15ના કોર્પોરેટર આશિષ જોશી સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરતા આ શો-કોઝ નોટિસ અંગે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દ્વારા મને જે નોટિસ આપવામાં આવી છે તે આપ વારંવાર શિસ્તભંગ કરો છો. આ સાથે હરણી બોટ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને કોર્પોરેશન દ્વારા રૂપિયા 25 લાખની સહાય થાય તેવી કોંગ્રેસની દરખાસ્તને સમર્થન કર્યું હતું આ બાબતે ખુલાસો પૂછવામાં આવ્યો છે. આ પણ વાંચો…વડોદરામાં નાળાની સફાઈ બાબતે કમિશનર સાથે બાખડનારા કોર્પોરેટર આશિષ જોશીને ભાજપની ગેરશિસ્તની નોટિસ ચાર વર્ષ કરેલી કામગીરીનો પુરાવો રજૂ કરીશ
તેઓએ કહ્યું કે, મેં પ્રજાને લગતા જેટલા પણ કામ કર્યા છે તેના તમામ પુરાવા છે. આ બાબતે કામગીરી અને પ્રજાનો અવાજ ઉપાડ્યો છે તે અંગેના તમામ વિગતો ચાર વર્ષની છે તે કદાચ શહેર અધ્યક્ષ જાણતા નહીં હોય તે અંગે આ નોટિસમાં હું ખુલાસો આપીશ. શરૂઆતથી જ હું શહેરમાં ડોર ટુ ડોરની ગાડીઓ અનિયમિત હતી જેમાં ચોરીઓ થતી હતી તેના મિસ પોઇન્ટ દર્શાવી તેઓની પેનલ્ટી વસુલવામાં આવતી ન હતી તે બાબતે મેં રજૂઆત કરેલી છે. વરસાદી પાણીના નિકાલને લઇ બોલાચાલી થઇ હતી
વરસાદના પાણીના નિકાલની વાત હતી કે જે બાબતે માટે કમિશનર સાથે બોલાચાલી થઈ હતી. આ વિસ્તારરની અંદર ચાર ચાર દિવસ સુધી વરસાદનું પાણી ભરાઈ રહ્યું અને ઉતર્યું નહીં એનું સૌથી મોટું કારણ આ રૂપારેલ કાંસની સફાઈ થઈ ન હતી તે હતી. છેલ્લા ત્રીસ વર્ષથી મહાનગરના નાળાની પણ સફાઈ થઈ નથી. આ અંગે મેં છેલ્લા ત્રણ મહિનાથી કમિશનરને અવારનવાર ધ્યાન દોર્યું છે. અહીંયા ગાજરાવાડીમાંથી રોજ 60થી 70 MLD પાણી આ નાળામાંથી ખુલ્લા ડ્રેનેજમાં છોડવામાં આવે છે. જે અંગે છેલ્લા ત્રણ મહિનાથી મેં કમિશનરને ધ્યાન દોર્યું છે. લોકો ચાર ગણા ઉગ્રતાથી અમને બોલે છે
વિશ્વામિત્રી પ્રેઝન્ટેશનની સભામાં પણ મેં ઊભા થઈ કહ્યું હતું કે, આ બારસો કરોડ રૂપિયા ખર્ચ કરો છો પરંતુ વોર્ડ 5, 14, 15 અને 16ને વિશ્વામિત્રી પ્રોજેકટ સાથે કોઈ લેવાદેવા નથી. અમારે ફક્તને ફક્ત રૂપારેલ કાંસ અને મહાનગરના નાળાની સફાઈ યોગ્ય રીતે થશે તો અમારા વિસ્તારમાં પાણી ભરાવવાની સ્થિતિ નહીં રહે. આ રજૂઆતના કારણે અને તે રજૂઆત ન સંભાળવાના કારણે મારે કમિશનર સાથે ઉગ્રતાથી બોલવું પડ્યું. હું મારા લોકો માટે બોલ્યો છું કારણ કે લોકો અમને આનાથી પણ ચાર ગણા વધારે ઉગ્રતાથી બોલે છે અને રાવપુરા વિધાનસભામાં સૌથી વધુ સોસાયટીમાં લોકોને પૂરના પાણીની સહાય નથી મળી જેના કારણે મારે બોલવું પડ્યું છે. પીડિતોને ઘા પર મીઠું ભભરાવ્યા જેવું લાગે છે
વધુમાં જણાવ્યું કે, હરણી બોટ દુર્ઘટનામાં ભોગ બનેલા પરિવારોના ન્યાય માટે લડ્યો હતો. આ બાબતે પણ મેં કમિશનરને આડે હાથ લીધા હતા. મેં સ્પષ્ટ કહ્યું હતું કે, કમિશનર તમે IAS છો, તમને પહેલા દિવસથી જ ખબર હોવી જોઈએ કે તમને દુર્ઘટનામાં જેને ફરિયાદી તરીકે દર્શાવો છો તેને જ 11 મહિના પછી આરોપી માનીને વાજતેગાજતે રિટાયર્ડ કર્યા બાદ તેના પેન્શનમાંથી પાંચ હજારની કપાત કરો છો. ત્યારે આ બાબતે પીડિતાને એવું લાગતું હતું કે, અમારા ઘા પર મીઠું ભભરાવ્યું. આ બાબતે પણ મારે કમિશનર સાથે બોલવાનું થયું હતું. ઉગ્ર રજૂઆત બાદ પદાધિકારીઓ અને કમિશનર દોડતા થયા
મહત્વની બાબત છે કે, છેલ્લા ત્રીસ વર્ષથી મહાનગર નાળાની સફાઈ થઈ ન હતી અને આ ઉગ્ર રજૂઆત અને શાબ્દીક બોલાચાલી બાદ સફાઈ શરૂ કરવામાં આવી છે. તેઓની રજૂઆત છેલ્લા ત્રણ મહિનાથી હતી છતાં કોઈ ધ્યાન પર લેવામાં આવતું ન હતું. ત્યારે હવે આ બોલાચાલી અને ઉગ્ર રજૂઆત બાદ પદાધિકારીઓ અને કમિશનર દોડતા થયા છે. ત્યારે તેઓનો સવાલ છે કે અમે કોર્પોરેટર થઈ પ્રજાનો અવાજ ન બનીએ તો શું કરીએ? આ શો કોઝ નોટિસ અંગે અમે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે તેઓની સાથે સંપર્ક થઈ શક્યો ન હતો.