રક્ષા મંત્રાલયે ભારતીય સેનાની સંરક્ષણ ક્ષમતા વધારવા માટે બુધવારે 6,900 કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કર્યા. આ અંતર્ગત, હવે 307 એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ (ATAGS) એટલે કે હોવિત્ઝર તોપો ખરીદવામાં આવશે. આ પહેલી વાર છે કે આટલી મોટી સંખ્યામાં સ્વદેશી તોપો ખરીદવામાં આવી રહી છે. આ ડીલ ભારત ફોર્જ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ સાથે કરવામાં આવ્યો છે. આમાં, ભારત ફોર્જ 60% તોપોનું ઉત્પાદન કરશે, જ્યારે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ 40% પ્રોડક્શન કરશે. ATAGS તોપો: ભારતમાં બની, દુશ્મનો પર ભારે તેના નામ એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ પરથી સ્પષ્ટ થાય છે કે, તે ટોવ્ડ ગન એટલે કે ટ્રક દ્વારા ખેંચાતી તોપ છે. જોકે, આ ગોળો ફાયર કર્યા પછી, બોફોર્સની જેમ, તે પોતાની મેળે થોડી દૂર જઈ શકે છે. આ તોપનું કેલિબર 155 મીમી છે. આનો અર્થ એ થયો કે આ આધુનિક તોપમાંથી 155 મીમીના ગોળા ફાયર કરી શકાય છે. ATAGS ને હોવિત્ઝર તરીકે પણ ઓળખવામાં આવે છે. હોવિત્ઝર નાની તોપો છે. ખરેખરમાં, બીજા વિશ્વયુદ્ધ અને તે પછી પણ યુદ્ધમાં મોટી અને ભારે તોપોનો ઉપયોગ થતો હતો. તેમને દુર સુધી લઈ જવામાં અને ઊંચાઈએ તહેનાત કરવામાં ઘણી મુશ્કેલીઓ હતી. આવી સ્થિતિમાં, હલકી અને નાની તોપો બનાવવામાં આવી, જેને હોવિત્ઝર કહેવામાં આવી. તેને દેશી બોફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે આ તોપ DRDOની પુણે ખાતેની લેબ ARDE દ્વારા ભારત ફોર્જ લિમિટેડ, મહિન્દ્રા ડિફેન્સ નેવલ સિસ્ટમ્સ, ટાટા પાવર સ્ટ્રેટેજિક અને ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડના સહયોગથી વિકસાવવામાં આવી છે. તેનું ડેવલપમેન્ટનું કાર્ય 2013માં શરૂ થયું હતું અને પ્રથમ સફળ પરીક્ષણ 14 જુલાઈ 2016ના રોજ કરવામાં આવ્યું હતું. આ તોપનો ઉપયોગ અને સુવિધાઓ બોફોર્સ તોપ જેવી જ છે, તેથી તેને દેશી બોફોર્સ પણ કહેવામાં આવે છે. સેનાની તાકાત વધારવા માટેના અન્ય હાલની ડીલ રશિયા-યુક્રેન યુદ્ધમાંથી બોધપાઠ લઈને, ભારતીય સેના સતત તેની ફાયરપાવર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ATAGS ડીલ માત્ર ભારતીય સેનાને મજબૂત બનાવશે નહીં પરંતુ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને પણ નવી ઊંચાઈઓ પર લઈ જશે. સંરક્ષણ સંબંધિત આ સમાચાર પણ વાંચો… ભારતને 2025 માં S-400 ની ચોથી સ્ક્વોડ્રન મળશે, રશિયા પાસેથી 5 માટે ડીલ, 3 પહેલાથી જ મળી ગઈ છે; 400 કિમી સુધીની રેન્જ ભારતને 2025ના એન્ડ સુધીમાં S-400 એર ડિફેન્સ સિસ્ટમનો ચોથો સ્ક્વોડ્રન મળી શકે છે. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ, S-400 સ્ક્વોડ્રન ડિસેમ્બર સુધીમાં ભારતમાં આવી જશે. પાંચમી અને અંતિમ સ્ક્વોડ્રન 2026માં મળવાની ધારણા છે.
2018માં, ભારત અને રશિયા વચ્ચે S-400 ના પાંચ સ્ક્વોડ્રન માટે 35 હજાર કરોડ રૂપિયાની ડીલ ફાઈનલ થઈ હતી. આમાંથી 3 સ્ક્વોડ્રન ચીન અને પાકિસ્તાન સરહદ પર તહેનાત છે. 2 હજુ મળવાના બાકી છે.