ધીરેન્દ્ર પાટીલ
કડોદરાની શ્રી સરકાર થઈ ગયેલી જમીન પર બિલ્ડરોએ ગેરકાયદે બાંધકામો કરીને કબજો જમાવી લીધો છે. આ બાબતે તંત્ર માહિતગાર હોવા છતાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરાતી નથી. ગેરકાયદે પ્લોટિંગ અને બાંધકામ થયું તે 50 હજાર ચોરસમીટર જમીનની કિંમત અંદાજે 100 કરોડ રૂપિયા થાય છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર કડોદરાની સુરતમાં ‘શ્રીસરકાર’…બ્લોક નંબર 118-એ, 143, 119, 144 અને 141વાળી જમીનો પર મૂળ માલિકો અને બિલ્ડરોએ ગેરકાયદે બાંધકામ કરી દીધું હતું. આ પૈકી 141વાળી જૂની શરત અને 144વાળી બિનખેતી પ્રિમિયમપાત્ર જમીનમાં છેતરપિંડી કરી ગેરકાયદે પ્લોટો પાડી વેચાણ કરી દેવાયું હતું, જ્યાં બિલ્ડરોએ મંજૂરી વિના બાંધકામ કરી નાખ્યું હતું. નવી શરતની જમીનમાં બિનખેતીની કર્યા વિના જ શાંતિ પ્લાઝા, શાંતિવિહાર પ્લાઝા અને શાંતિનિકેતન પ્લાઝા નામક એપાર્ટમેન્ટ બનાવીને વેચી દેવાયા હતા, જેથી જમીન અધિનિમિય કલમ-66 હેઠળ શરત ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં જમીન શ્રી સરકાર થઈ ગઈ હતી, કલેક્ટરની સીટની તપાસમાં પણ સ્પષ્ટ થયું હતું કે આ જમીન કબજા રસીદથી રમેશચંદ્ર દેસાઈના કુલમુખત્યાર હિતેન્દ્ર કરડે વેચાણથી મગન પ્રજાપતિને આપી હતી. ત્યાર બાદ દસ્તાવેજમાં માત્ર પ્લોટ નંબર લખી ઘરકાછાની જમીન નવદુર્ગા ફળિયા તરીકે દર્શાવી જે પેઢીઓને વેચ્યા હતા તેમણે પણ માત્ર પ્લોટ નંબર લખીને પ્લોટ વેચ્યા હતા. { કડોદરાની બ્લોક 144, 141 118-એ,119 અને 143વાળી જમીન શ્રી સરકાર છે?
– હા શ્રીસરકાર થયેલી છે.
{ શ્રી સરકાર થયેલી જમીન પર બાંધકામ કેવી રીતે થઈ ગયું?
– શ્રીસરકાર થયા પહેલાંનું બાંધકામ છે.
{ તો તે બાંધકામ દૂર કેમ નથી કર્યું?
– મિલકતદારોને નોટિસો આપી છે.
{ સીટે પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો તેનું શું થયું ?
– આ બાબતે હું જોવડાવી લઉં છું.