મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 16માં આઠમા વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અજયભાઈ બારૈયા, જય માતાજી ડાયમંડ અને વોટર વર્ક્સના માલિક ભરતભાઈ કરોડપતિ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મંગલમૂર્તિ વિદ્યાલયના આચાર્ય ભરતભાઈ હડીયા અને શાળા નં.9ના પૂર્વ આચાર્ય વિનોદભાઈ દસાડીયા પણ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત આચાર્ય અને સંઘ પ્રમુખ નિલેશભાઈ એમ. સોલંકીના સ્વાગત પ્રવચનથી થઈ. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે 155 વિદ્યાર્થિનીઓને ઇનામથી સન્માનિત કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલા ઉપપ્રમુખ આરતીબેન નાગજીભાઈ સોલંકીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે સંઘ મહામંત્રી રમેશભાઈ વાઘે આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં અર્બન હેલ્થ સેન્ટર-2ના ડૉ. હિમાંશુભાઈ પુરોહિત, સારથિ ગ્રુપ ક્લાસિસના જનકભાઈ ચૌહાણ, સિગ્મા ક્લાસિસના દિનેશભાઈ બાંભણિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.