રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ હુરુન ગ્લોબલ રિચ લિસ્ટમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ જાળવી રાખ્યું છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી બીજા ક્રમે છે. તેઓ ભારતના સૌથી મોટા વેલ્થ ગેનર છે. તેમની નેટવર્થ 13% (₹1 લાખ કરોડ) વધી છે. મુકેશ અંબાણી હજુ પણ ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. અંબાણી પરિવાર પાસે 8.6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. જો કે ગયા વર્ષની સરખામણીમાં તેમની સંપત્તિમાં લગભગ 13 ટકા એટલે કે 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ગૌતમ અદાણી અને તેમના પરિવારની સંપત્તિમાં 13%નો વધારો થયો છે. ગૌતમ અદાણી ભારતીય અમીરોની યાદીમાં 8.4 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા ક્રમે છે. રોશની નાદર અને તેનો પરિવાર આ યાદીમાં ત્રીજા નંબરે છે. તેમને આ યાદીમાં પ્રથમ વખત સ્થાન મળ્યું છે. HCLના રોશની નાદર ત્રીજા નંબર પર છે. ભારતના ટોચના 10 સૌથી અમીર લોકોમાં તે એકમાત્ર મહિલા છે. હાલમાં જ HCLના પાઉન્ડર શિવ નાદરે તેમની પુત્રી રોશનીને કંપનીનો 47% હિસ્સો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જેના કારણે તેઓ પ્રથમ વખત અમીરોની ટોપ ટેન યાદીમાં સામેલ થયા છે. ઈલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક ઈલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી યુએસ રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા પછી મસ્કની નેટવર્થ 82% (189 બિલિયન ડોલર)નો વધારો થયો છે. એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ બીજા નંબરે છે. હુરુન લિસ્ટ 2025થી સંબંધિત મોટી વાતો… કુલ અબજોપતિઓ: વિશ્વમાં 3,456 અબજોપતિ છે, જે 2024માં નોંધાયેલા 3,279 કરતાં 177 વધુ છે. આ 5%નો વધારો દર્શાવે છે. ભારતમાં અબજોપતિઃ તેમની સંખ્યા વધીને 284 થઈ ગઈ છે, જે અગાઉ 271 હતી. તેમની કુલ સંપત્તિ 98 લાખ કરોડ રૂપિયા છે. વર્લ્ડ સિટી રેન્કિંગ: ન્યૂયોર્ક 129 બિલિયોનેર્સ સાથે વિશ્વની બિલિયોનેર કેપિટલ છે. 97 અબજપતિઓ સાથે લંડન બીજા સ્થાને છે. એશિયા સિટી રેન્કિંગ: 90 અબજોપતિ હોવા છતાં, મુંબઈએ એશિયાની ‘બિલિયોનેર કેપિટલ’નું બિરુદ ગુમાવ્યું. શાંઘાઈ 92 અબજપતિઓ સાથે પ્રથમ ક્રમે છે. યંગ બિલિયોનેર: સૌથી યુવા સેલ્ફ-મેડ બિલિયોનેર બોલ્ટના રયન બ્રેસ્લો (29) છે, જેમની સંપત્તિ 1.4 બિલિયન ડોલર છે. 1999માં બ્રિટિશ એકાઉન્ટન્ટે હુરુન લિસ્ટની શરૂઆત કરી હતી હુરુન એક રિસર્ચ ઓર્ગેનાઈઝેશન છે, જે વિશ્વભરમાં સંપત્તિ, ઉદ્યોગસાહસિકતા અને ઈકોનોમિક ટ્રેન્ડ્સ પર કેન્દ્રિત છે. સત્તાવાર રીતે તે હુરુન રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ તરીકે ઓળખાય છે. તેની સ્થાપના 1999માં બ્રિટિશ એકાઉન્ટન્ટ અને સંશોધક રુપર્ટ હગેવેરફે કરી હતી.
હગેવેરફ, તેમના ચાઇનીઝ નામ “胡润” (હુ રુન)થી પણ ઓળખાય છે. તેમણે દેશના સૌથી ધનિક લોકોની ઓળખ અને રેન્કિંગ માટે ચીનમાં હુરુનની સ્થાપના કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી, તે એક વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સંસ્થા તરીકે વિકસ્ત થઈ છે. હેડક્વાર્ટર અને ઓપરેશન્સ: મુખ્ય પ્રકાશનો: