બુધવારે સેનેટમાં યમનમાં હુથી વિદ્રોહીઓ પરના હુમલા સંબંધિત અમેરિકન અધિકારીઓની ચેટ લીક થવા અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે કહ્યું કે ગ્રુપ ચેટમાં કોઈ ગોપનીય માહિતી શેર કરવામાં આવી નથી. સુનાવણી દરમિયાન ટ્રમ્પના મંત્રીઓએ કહ્યું કે લશ્કરી હુમલાની ચર્ચા કરવા માટે મેસેજિંગ એપનો ઉપયોગ કરવામાં કંઈ ખોટું નથી. અગાઉ મંગળવારે ટ્રમ્પે કહ્યું હતું કે તેમના વહીવટની 2 મહિનામાં આ પહેલી ભૂલ હતી. રક્ષામંત્રી પીટ હેગસેથે પ્લાનને સિગ્નલ એપ પર સીક્રેટ ગ્રુપ ચેટમાં શેર કર્યો હતો. ધ એટલાન્ટિક મેગેઝિનના એડિટર-ઇન-ચીફ જેફરી ગોલ્ડબર્ગ પણ આ ગ્રુપમાં એડ હતા. આ મામલે ડેમોક્રેટિક સાંસદોએ હેગસેથના રાજીનામાની માંગ કરી છે. સેનેટમાં ડેમોક્રેટિક સાંસદોએ કહ્યું- આ ચેટને દુશ્મન દેશ ઈન્ટરસેપ્ટ કરી શકતા હતા. જો હુથી બળવાખોરોને આ ચેટ મળી હોત તો અમેરિકન પાઇલટ્સની સુરક્ષા જોખમમાં આવી શકી હતી. એટલાન્ટિક પત્રકારને આ પ્લાન વિશે 2 કલાક પહેલા જ જાણ થઈ હતી 15 માર્ચના રોજ, યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે યમનમાં હુથી બળવાખોરો પર યુએસ હુમલાનો પ્લાન લીક કર્યો હતો. વ્હાઇટ હાઉસે 24 માર્ચે આ માહિતી આપી હતી. જેફરી ગોલ્ડબર્ગે જણાવ્યું કે તેમને ભૂલથી આ ગ્રુપ ચેટમાં એડ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપ સિક્યોર મેસેજિંગ એપ સિગ્નલ પર બનાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈકલ વોલ્ટ્ઝે તેને બનાવ્યું હતું. આ ગ્રુપમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રૂબિયો પણ સામેલ હતા. ગોલ્ડબર્ગે લખ્યું છે કે 15 માર્ચે સવારે 11:44 વાગ્યે હેગસેથે યમન પરના હુમલાની માહિતી શેર કરી હતી. તેમાં લક્ષ્યો અને ઉપયોગમાં લેવાતા હથિયારો સિવાય કયો હુમલો, ક્યારે અને ક્યાં કરવાનો હતો તેની પણ માહિતી જણાવી હતી. હુથી પીસી સ્મોલ ગ્રુપ ચેટથી ખુલાસો આ સિગ્નલ ચેટનું નામ હતું હુથી પીસી સ્મોલ ગ્રુપ. તેમાં હુમલાના સમય અને તેની રણનીતિ સાથે જોડાયેલી માહિતી હતી. હેગસેથ 15 માર્ચે સવારે 11:44 કલાકે એક મોસોજ કરીને મિશનની રીઅલ-ટાઇમ અપડેટ્સ આપી. તેમણે લખ્યું કે હવામાન અનુકૂળ છે અને સેન્ટ્રલ કમાન્ડે પુષ્ટિ કરી છે કે ઓપરેશન આગળ વધી રહ્યું છે. ત્યારબાદ તેમણે F-18 ફાઈટર પ્લેન અને MQ-9 ડ્રોનના લોન્ચિંગનો સમય અને હુમલાની ટાઈમલાઈન શેર કરી. મેસેજ મુજબ પહેલો બોમ્બમારો બપોરે 2:15 વાગ્યે કરવાનો હતો.
ચેટમાં શેર કરાયેલા મેસેજની વિગતો – 12:15 વાગે F-18 ફાઇટર એરક્રાફ્ટથી હુમલો (પ્રથમ સ્ટ્રાઇક ટીમ) – 13:45 કલાક- ટાર્ગેટ સેટ, ડ્રોન (MQ-9) હુમલો કરવા માટે તૈયાર – 14:10 વાગે – F-18 વિમાનોએ ઉડાન ભરી (સેકન્ડ સ્ટ્રાઈક ટીમ) – 14:15 – ડ્રોન હુમલાઓ (આ સમય પ્રથમ બોમ્બમારાનો હશે) – 15:36 લાગે- બીજી સ્ટ્રાઈક ટીમ સક્રિય, દરિયામાંથી પ્રથમ ટોમહોક મિસાઈલ લોન્ચ. વ્હાઇટ હાઉસે કહ્યું – ચેટમાં કોઈ ગુપ્ત માહિતી નથી વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટના જણાવ્યા અનુસાર, ચેટમાં કોઈ ગુપ્ત માહિતી નહોતી. જો કે, લેવિટે કહ્યું કે સરકારને ચેટ લીક થવા સામે વાંધો છે. વ્હાઇટ હાઉસે હજુ સુધી કોઈપણ કાર્યવાહી અંગે કંઈ કહ્યું નથી. પરંતુ ઈન્ટરનલ તપાસ શરૂ કરવામાં આવી છે. NYTએ યુએસ અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે રક્ષા વિભાગે કર્મચારીઓને ચેતવણી આપી છે કે રશિયા સિગ્નલ એપને હેક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચેટ લીક સંબંધિત આ સમાચાર પણ વાંચો… ટ્રમ્પના મંત્રી પાસેથી હુથીઓ પર હુમલો કરવાનો પ્લાન લીક થયો: હુમલાના 2 કલાક પહેલા ગુપ્ત ચેટ ગ્રુપમાં મોકલવામાં આવ્યો હતો; આમાં એક પત્રકાર પણ સામેલ હતો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના મંત્રી પીટ હેગસેથે 15 માર્ચે યમનમાં હુતી બળવાખોરો પર હુમલો કરવાની અમેરિકાનો પ્લાન લીક કર્યો હતો. હેગસેથે સિગ્નલ એપ પર એક સીક્રેટ ગ્રુપ ચેટમાં આ પ્લાન શેર કર્યો હતો. ધ એટલાન્ટિક મેગેઝિનના મુખ્ય સંપાદક જેફરી ગોલ્ડબર્ગ પણ આ ગ્રુપમાં એડ હતા.