back to top
Homeભારતરાજસ્થાનના ગરમ પવનોથી મધ્યપ્રદેશમાં પારો 40° પાર:હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થશે; હરિયાણા...

રાજસ્થાનના ગરમ પવનોથી મધ્યપ્રદેશમાં પારો 40° પાર:હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થશે; હરિયાણા સહિત 10 રાજ્યોમાં વાવાઝોડાની શક્યતા

રાજસ્થાન સહિત પશ્ચિમી રાજ્યોમાંથી આવતા ગરમ પવનોને કારણે મધ્યપ્રદેશમાં પારો વધ્યો છે. બુધવારે રાજ્યના ઘણા ભાગોમાં ગરમીની અસર જોવા મળી હતી. 6 જિલ્લામાં પારો 40 ડિગ્રીને પાર કરી ગયો. આ સિઝનમાં પહેલીવાર રાજધાની ભોપાલમાં તાપમાન 38.8 ડિગ્રીએ પહોંચ્યું, જે સામાન્ય કરતા 3.3 ડિગ્રી વધુ છે. અહીં રાજસ્થાનમાં પણ બુધવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. જો કે, સરહદી જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. જેના કારણે તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે. હવામાન વિભાગે આજે ગુરુવારે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ આપ્યું છે. તેમજ, દિલ્હી અને હરિયાણા સહિત 10 રાજ્યોમાં વાવાઝોડાની શક્યતા છે. આ રાજ્યોમાં, પવનની ગતિ 30-40 કિમી સુધી પહોંચી શકે છે. હળવો વરસાદ પણ પડી શકે છે. તેમજ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગરમી પડશે. આ વર્ષે 10-12 દિવસ માટે હીટવેવનું એલર્ટ, હરિયાણા અને પંજાબ પર અસર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં ગરમીના દિવસોની સંખ્યા લગભગ ડબલ થઈ જશે. આ રાજ્યોના નામ પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ છે. સામાન્ય રીતે અહીં હીટવેવ 5-6 દિવસ સુધી રહે છે, આ વખતે તે 10-12 દિવસ સુધી રહી શકે છે. હવામાનશાસ્ત્રી સોમા સેન રોયે જણાવ્યું હતું કે પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં સામાન્ય કરતાં થોડી વધુ ગરમીની સ્થિતિની શક્યતા છે. 2024નું વર્ષ દેશમાં સૌથી ગરમ વર્ષ તરીકે નોંધાયું હતું. 28 ફેબ્રુઆરીના રોજ, હવામાન વિભાગે માર્ચથી મે 2025 માટે હીટ આઉટલુક જાહેર કર્યો હતો. તેમાં ચેતવણી આપી હતી કે દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેશે. દેશના હીટવેવ પ્રોન સ્ટેટમાં 13 રાજ્યોનો સમાવેશ થાય છે સામાન્ય રીતે દેશના 13 રાજ્યોને હીટવેવ પ્રોન સ્ટેટ ગણવામાં આવે છે. આ યાદીમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્રમાં વિદર્ભ, ગંગા કાંઠાના પશ્ચિમ બંગાળના ભાગો, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે, કોર હીટવેવ ઝોન (CHZ) માર્ચથી જૂન દરમિયાન કાળઝાળ ગરમી પડે છે. ક્યારેક જુલાઈ મહિનામાં પણ હીટવેવ અને લુ ફૂંકાય તેવી શક્યતા રહે છે. એપ્રિલ 2024માં, પશ્ચિમ બંગાળમાં છેલ્લા 15 વર્ષમાં સૌથી વધુ ગરમીના દિવસો અને ઓડિશામાં છેલ્લા 9 વર્ષમાં સૌથી વધુ ગરમીના દિવસો હતા. ઓડિશામાં પણ 2016 પછી એપ્રિલ 2024માં સૈથી વધુ 16 દિવસ હીટવેવ રહ્યું હતું. હીટવેવ શું છે અને IMD તેને ક્યારે જાહેર કરે છે? જ્યારે કોઈ વિસ્તારમાં તાપમાન સામાન્ય કરતા વધારે થઈ જાય છે અને ત્યાં ભારે લુ ફૂંકાય છે, ત્યારે તેને હીટવેવ માનવામાં આવે છે. આવી ભારે લુ ફૂંકાવાનું મોજું સતત બે કે તેથી વધુ દિવસ સુધી રહી શકે છે. હીટવેવ માટે નિર્ધારિત તાપમાન અલગ-અલગ દેશમાં જુદુ-જુદુ હોઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં સામાન્ય રીતે હીટવેવ ત્યારે આવે છે જ્યારે મેદાની વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ, દરિયાકાંઠાના વિસ્તારોમાં 37 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં 30 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ હોય છે. હીટવેવ એટલે કોઈ વિસ્તારમાં તાપમાન જે સામાન્ય કરતાં 4.5 ડિગ્રી સેલ્સિયસ વધારે હોય છે, અને તીવ્ર હીટવેવ એટલે એવું તાપમાન જે સામાન્ય કરતાં 6.4 ડિગ્રી સેલ્સિયસ વધારે હોય છે. ભારતમાં ઉનાળાની ઋતુ સામાન્ય રીતે કેટલો સમય ચાલે છે? દેશમાં ઉનાળાની ઋતુને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે… 1. પ્રી સમર ઋતુ: ઉનાળો માર્ચ અને એપ્રિલમાં શરૂ થાય છે. એપ્રિલના પહેલા અઠવાડિયાથી શરૂ થતી લુ ફુંકાવાની સાથે ઉનાળાની શરૂઆત માનવામાં આવે છે. 2. પીક સમર ઋતુ: ઉનાળો મે અને જૂનના મધ્યમાં પીક પર હોય છે. આ સમયે સૂર્ય વિષુવવૃત્તથી કર્કવૃત્ત તરફ આગળ વધે છે, જેના કારણે સમગ્ર દેશમાં ગરમી ઝડપથી વધવા લાગે છે. 3. પોસ્ટ સમર ઋતુ : જૂનના છેલ્લા અઠવાડિયાથી ગરમી થોડી ઓછી થવા લાગે છે. જેમ જેમ ચોમાસાના પવનો દેશના એક ભાગથી બીજા ભાગમાં ફરે છે, તેમ તેમ લોકોને ગરમીથી રાહત મળે છે. ક્યારેક ચોમાસાના ચક્રમાં ફેરફારને કારણે જુલાઈ મહિનામાં પણ ભારે ગરમી પડે છે. રાજ્યોમાં હવામાનની સ્થિતિ… રાજસ્થાનમાં તાપમાન 41 ડિગ્રીને પાર: સરહદી જિલ્લાઓમાં પારો 4 ડિગ્રી સુધી ઘટી શકે છે રાજસ્થાનમાં હવામાન પરિવર્તનનો ક્રમ ચાલુ છે. બુધવારે રાજ્યમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. તે જ સમયે, સરહદી વિસ્તારમાં એક્ટિવ વેસટર્ન ડિસ્ટર્બન્સને કારણે, બિકાનેર અને જોધપુર વિભાગમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. મધ્યપ્રદેશમાં પહેલીવાર, 7 શહેરોમાં પારો 40° ને પાર: ભોપાલ, ઇન્દોર, ગ્વાલિયર-ઉજ્જૈનમાં પણ ગરમી વધી; આગામી 2 દિવસમાં થોડી રાહત મળશે આ ઉનાળાની ઋતુમાં પહેલીવાર મધ્યપ્રદેશના 7 શહેરોમાં દિવસનું તાપમાન 40 ડિગ્રીને પાર થયું છે. બુધવારે, નર્મદાપુરમ, રતલામ, બરવાની, નૌગાંવ, શિવપુરી, ગુના-દામોહમાં પારામાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે ભોપાલ, ઇન્દોર, ગ્વાલિયર અને ઉજ્જૈનમાં પણ ગરમી રહી હતી. હવામાન વિભાગે આગામી 2 દિવસ એટલે કે 28-29 માર્ચ દરમિયાન ગરમીથી થોડી રાહત મળવાની આગાહી કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments