થોડા દિવસ પહેલા, મેલબોર્નમાં એક કોન્સર્ટમાંથી ગાયિકા નેહા કક્કરનો એક વીડિયો સામે આવ્યો હતો. ગાયિકા પર કોન્સર્ટ મા 3 કલાક મોડી પહોંચવાનો આરોપ હતો અને જ્યારે ચાહકોએ વિરોધ કર્યો ત્યારે તે સ્ટેજ પર રડવા લાગી. ચર્ચામાં આવ્યા પછી, નેહા કક્કરે હવે આ વિવાદ પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તાજેતરમાં, નેહા કક્કરે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામના સ્ટોરી સેક્શનમાં લખ્યું છે, ‘સત્ય બહાર આવે તેની રાહ જુઓ.’ મને આટલી જલ્દી જજ કરવાનો તમને પસ્તાવો થશે. શું છે આખો મામલો? તાજેતરમાં સિંગરે મેલબોર્નમાં એક કોન્સર્ટ કર્યો હતો. કોન્સર્ટનો સમય સાંજે 7:30 વાગ્યાનો હતો, પણ નેહા કક્કર એક કે બે કલાક પછી નહીં પણ અઢી કલાક પછી, રાત્રે 10 વાગ્યે સ્ટેજ પર આવી. ગાયકની રાહ જોઈ રહેલા ચાહકો તેના વિલંબને કારણે ખૂબ ગુસ્સે થયા અને વિરોધમાં સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. ચાહકોને ગુસ્સે થયેલાં જોઈને નેહા કક્કર સ્ટેજ પર જ રડવા લાગી. એવા પણ આરોપો હતા કે નેહાએ એક કલાક પણ પરફોર્મ કર્યું ન હતું. નેહાએ ચાહકોની માફી માંગી અને કહ્યું, તમે લોકો ખરેખર ખૂબ સારા છો, તમે ધીરજ રાખી. મને એ વાતનો અફસોસ છે કે તમે લોકો આટલા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો. મેં મારા જીવનમાં ક્યારેય કોઈને આટલો લાંબો સમય રાહ જોવડાવી નથી. હું ખૂબ જ દુઃખી છું. આ મારા માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. મને આ સાંજ હંમેશા યાદ રહેશે. તમે બધાએ મારા માટે સમય કાઢ્યો છે. હું તમને બધાને ચોક્કસ નચાવીશ.’ વાયરલ વીડિયોમાં ચાહકો નેહા વિરુદ્ધ ભારે ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા. એક છોકરો બૂમ પાડી રહ્યો છે, ‘આ ઓસ્ટ્રેલિયા છે, ભારત નહીં. તેમાંથી એકે કહ્યું, પાછા જાઓ, હોટેલમાં જાઓ અને આરામ કરો. એક દર્શકે તો તેના રડવા પર ટિપ્પણી કરી અને કહ્યું, આ ઇન્ડિયન આઇડોલ નથી.’ ભાઈ ટોની કક્કરે મેનેજમેન્ટને દોષી ઠેરવ્યું આ વિવાદ પર નેહા કક્કરના ભાઈ ટોની કક્કરે પણ તેનો બચાવ કર્યો છે. ટોનીએ ગઈકાલે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘ધારો કે મેં તમને મારા શહેરમાં એક કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું છે. તમારી બધી વ્યવસ્થાઓની જવાબદારી લીધી છે – હોટેલ બુકિંગ, એરપોર્ટ પિકઅપ અને ટિકિટ. કલ્પના કરો કે તમે આવો છો અને કંઈ બુક નથી. એરપોર્ટ પર ગાડી નથી, હોટેલ રિઝર્વેશન નથી અને ટિકિટ પણ નથી. આ પરિસ્થિતિમાં, તમે કોને દોષ આપશો?’