જલ્પેશ કાળેણા
સુરતને ભારતનું ‘ગેટ વે ઓફ ટ્રેડ’ બનાવવા માટે નીતિ આયોગે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. એક વર્ષ સુધી કરેલા અભ્યાસ અને રિસર્ચના અંતે તૈયાર કરવામાં આવેલા આ માસ્ટર પ્લાનમાં સુરત ઈકોનોમિક રિજિયન બનાવવા માટે કુલ 54 પ્રોજેક્ટ ડેવલપ કરાશે, જેમાં ટૂરિઝમનો પણ સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ટેક્સટાઈલ, ડાયમંડ, કેમિકલ, ફાર્મા અને એગ્રિકલ્ચર સેક્ટરમાં મહત્ત્વનાં પરિવર્તન લાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરત ખાતે ચીનના ગોન્ઝાઉની જેમ બીટુબી (બિઝનેસ ટુ બિઝનેસ) માટે ‘ભારત બજાર’ ઊભું કરાશે. આ હાઈસ્પીડ રેલ ઝોનમાં બનાવાશે, જ્યારે દુબઈ જેવું બીટુસી (બિઝનેસ ટુ કન્ઝયુમર) ડ્રીમ સિટીમાં તૈયાર કરવામાં આવશે. આનાથી સુરતને ટ્રેડિંગ ગેટ વે ઓફ ઈન્ડિયા તરીકે વિકસાવાશે. આ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે કન્સલ્ટન્ટની નિમણૂંક સુરત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે અને RFP ટેન્ડર પણ તૈયાર કર્યું છે, જે નજીકના દિવસોમાં જાહેર કરાશે. રાજ્ય સરકારે પણ બજેટમાં આ માટે 50 કરોડની જોગવાઈ કરી છે. શું હશે | મોલ્સ, માર્કેટ પ્લેસ, શોપિંગ સ્ટ્રીટ, આર્ટિસન વિલેજ,
મ્યુઝિયમ, રેસ્ટોરન્ટ, હોટેલ્સ, શટલ સર્વિસ, મેટ્રો શું હશે | હોલસેલ માર્કેટ, મોલ્સ, બિઝનેસ હોટેલ્સ, હાઉસિંગ, શટલ સર્વિસ, મેટ્રો, હેલિપેડ, સિમલેસ કનેક્ટિવિટી વિથ ડ્રીમ સિટી