back to top
Homeગુજરાત15 મિનિટમાં 1.20 લાખના બે પટોળા લઈ મહિલા ફરાર:અમદાવાદમાં દુકાનના ઉદ્દધાટનના દિવસે...

15 મિનિટમાં 1.20 લાખના બે પટોળા લઈ મહિલા ફરાર:અમદાવાદમાં દુકાનના ઉદ્દધાટનના દિવસે જ ચોરી; CCTVના આધારે આરોપીની શોધખોળ

અમદાવાદમાં મોંઘાદાટ પાટણના પટોળાની ચોરી થયાની ઘટના સામે આવી છે. સોલામાં એક કપડાની શોપના ઓપનિંગ સમયે મહેમાનોની ભીડ વચ્ચે ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલા 15 મિનિટમાં 90 હજારનું પાટણનું અને 30 હજારનું રાજકોટનું પટોળું ચોરી ફરાર થઈ ગઈ હતી. આ ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થવા પામી છે. આ મામલે દુકાન માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. દુકાનના ઉદ્દઘાટનના દિવસે જ ચોરી
થલતેજ વિસ્તારમાં આવેલા સુરધારા સર્કલ નજીક સ્વીકાર ટેનામેન્ટમાં રહેતા ઉર્વીબેન પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ વિરૂદ્ધ 1.20 લાખ રૂપિયાના પટોળાની ચોરીની ફરિયાદ કરી છે. ઉર્વીબેન સંયુક્ત પરિવારમાં રહે છે અને સાયન્સ સિટી રોડ પર આવેલા વ્રજ વેલેંટીયા બિલ્ડિંગમાં ધ્યાન ક્રિએશન લેડીસ કપડાની શોપ ધરાવીને ગુજરાન ચલાવે છે. ઉર્વીબેન પટેલ થોડા દિવસ પહેલા ધ્યાન ક્રિએશનના નામે કપડાની શોપ શરૂ કરી હતી, જેનું ઉદ્દધાટન રાખ્યુ હતું. ઉદ્દધાટન દરમિયાન સંખ્યાબંધ મહેમાનો તેમજ ગ્રાહકો આવ્યા હતા. ઉર્વીબેન મહેમાનો એટેન્ટ કરવામાં વ્યસ્ત હતા, ત્યારે કોઇ અજાણી મહિલાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. રેક પરના પટોળા ન દેખાતા ફરિયાદીએ પરિવારને જાણ કરી
બાદમાં ઉર્વીબેનની નજર રેક પર મુકેલા પાટણના તેમજ રાજકોટના પટોળા ઉપર ગઇ હતી. બન્ને પટોળા ગાયબ થતા ઉર્વીબેન ટેન્શનમાં આવી ગયા હતા અને તુરંત જ તેમના પરિવારને જાણ કરી દીધી હતી. ઉર્વીબેન અને તેમના પતિ અલ્પેશભાઇએ તરતજ પોલીસને જાણ કરી દીધી હતી. સમગ્ર ઘટના મામલે ઉર્વીબેન પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આ સાથે દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક મહિલાની શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી. 15 મિનિટમાં બે પટોળા બેગમાં મુકી ફરાર
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, દુકાનના ઉદ્દધાટન સમયે મહિલા સફેદ કલરનું એક્ટિવા લઇને આવી હતી અને બાદમાં ખરીદી કરવાના બહાને શોપમાં એન્ટ્રી લીધી હતી. ગ્રાહકના સ્વાંગમાં ચહેરા પર દુપટ્ટો બાંધીને અંદાજીત 40થી 45 વર્ષની મહિલા દુકાનમાં આવી હતી અને પહેલા વિવિધ ડ્રેસો ચેક કર્યા હતા. બાદમાં બ્લેક ડ્રેસ કાઢ્યો હતો અને ખોલીને તે પોતાના શરીરની આગળ રાખીને ચેક કરતી હતી. આ સમયે તેણે એક હાથથી રેકમાં પડેલું 90 હજારનું પાટણનું પટોળુ અને 30 હજાર રૂપિયાનું રાજકોટનું પટોળુ ચોરી લીધુ હતું. આમ મહિલા માત્ર 15 મિનિટમાં 1.20 લાખના બે પટોળા બેગમાં મૂકી એક્ટિવા લઇને રવાના થઇ ગઇ હતી. પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી
મહિલાની આ કારીગરી જોઇને પોલીસ પણ ખુદ ચોંકી ઉઠી છે. પોલીસે સીસીટીવી કેમેરા કબજે કરીને મહિલાને ઝડપી લેવા માટે તજવીજ શરૂ કરી છે. મહિલા જે એક્ટિવા લઇને આવી હતી તે ચોરીનું હતું કે પછી પોતાનું હતુ? તે મામલે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments