શ્રીકૃષ્ણ પર સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજીએ કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આહીર સમાજના ઉગ્ર વિરોધ વચ્ચે મોગલ ધામ કબરાઉના ગાદીપતિ મણિધરબાપુએ આક્રોશ વ્યક્ત કર્યો. મણિધરબાપુએ કહ્યું આ એસેમ્બલ કંપની હરામનું ખાઈ ખાઈ બફાટ કરે છે, પૈસા આપવાનું બંધ કરો. કૃષ્ણ સામે માફી ન માંગે ત્યાં સુધી માફ કરવાના નથી અને ધર્મ માટે જરૂર પડશે તો તલવાર ઉપાડવાની અને ખપી જવાની તાકાત પણ છે. મહત્વનું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓનું આ કોઈ પહેલું નિવેદન નથી આ પહેલા પણ અનેક વખત આવા વિવાદિત નિવેદનો સામે આવતા રહ્યા છે.