ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે. જેના સમર્થનમાં NSUI દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ કરી રોડ-રસ્તા બંધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેને લઈને પોલીસ દ્વારા NSUIના કાર્યકરોને રોકીને ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી છે. આ દરમિયાન NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. NSUIનું યુનિવર્સિટી બહાર રસ્તો રોકી આંદોલન
ગુજરાત યુનિવર્સિટી બહાર NSUIના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો ભરતીને લઈને આંદોલન કરી રહ્યા છે જેના સમર્થનમાં ગુજરાત NSUI દ્વારા આજે યુનિવર્સિટી બહાર રસ્તો રોકી આંદોલન શરૂ કર્યું હતું. પોલીસે NSUIના પ્રમુખ સહિત તમામ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. અટકાયત દરમિયાન NSUIના હોદ્દેદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. ત્યાર બાદ પોલીસે તમામને જબરદસ્તી પોલીસની ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. NSUI ગુજરાતભરમાં આંદોલન શરૂ કરશે
NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. શિક્ષકો જ્યારે ભરતીની માંગણીને લઈને વિરોધ કરે છે ત્યારે તેમની જબરજસ્તી પોલીસે અટકાયત કરી છે, જેથી શિક્ષકોના સમર્થનમાં અમે વિરોધ શરૂ કર્યો છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં NSUI સમગ્ર ગુજરાતભરમાં આંદોલન શરૂ કરશે.