back to top
Homeમનોરંજનઅમદાવાદમાં 'રાજકોટના રાજા'નો જબરજસ્ત ક્રેઝ!:'સિકંદર'ના એડવાન્સ બૂકિંગની ધૂમ, ટિકિટનો ભાવ ₹1080 છતાંય...

અમદાવાદમાં ‘રાજકોટના રાજા’નો જબરજસ્ત ક્રેઝ!:’સિકંદર’ના એડવાન્સ બૂકિંગની ધૂમ, ટિકિટનો ભાવ ₹1080 છતાંય થિયેટર ધડાધડ ભરાવવા લાગ્યા

સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સિકંદર’ ઈદ પર રિલીઝ થઈ રહી છે. 25 માર્ચથી ફિલ્મનું એડવાન્સ બૂકિંગ શરૂ થઈ ગયું છે. એવામાં અમદાવાદમાં ફિલ્મને લઈ જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ટિકિટનો ભાવ ₹100થી લઈને ₹1200 સુધી છે, છતાંય સૌથી મોંધી ટિકિટો ધડાધડ ભરાવા લાગી છે. એટલું જ નહીં ઘણા બધા શો તો બૂકિંગ ખુલતાની સાથે જ હાઉસફૂલ થઈ ગયા હતા. ‘રાજકોટના રાજા’નો જબરજસ્ત ક્રેઝ!
લગભગ અઢી વર્ષ પછી સલમાન ખાન ઈદના દિવસે કમબેક કરી રહ્યો છે. એટલા માટે ભાઈજાનના ફેન્સ તેને થિયેટરમાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. અમદાવાદમાં ‘સિકંદર’ની સૌથી મોંધી ટિકિટનો ભાવ ₹1080 છે, છતાંય તે ઓલ મોસ્ટ હાઉસફૂલ થઈ ગયો છે. ગુજરાતના અન્ય શહેરોમાં સુરતની વાત કરવામાં આવે તો ફિલ્મની સૌથી મોંધી ટિકિટ ₹1220ની છે. જ્યારે વડોદરામાં શોની સૌથી મોંધી ટિકિટ ₹620ની છે. આટલી મોંધી ટિકિટ હોવા છતાં વડોદરામાં શો હાઉસફૂલ થઈ રહ્યા છે. ‘બોલિવૂડ નગરી’માં સૌથી મોંધી ટિકિટ
જો ‘સિકંદર’ની સૌથી મોંધી ટિકિટ વિશે વાત કરવામાં આવે તો તે દિલ્હી અને મુંબઈમાં છે. દિલ્હીમાં સૌથી મોંધી ટિકિટનો ભાવ ₹2200 છે. જ્યારે બોલિવૂડ નગરી મુંબઈની વાત કરીએ તો ત્યાં સૌથી મોંધી ટિકિટનો ભાવ ₹2210 છે. ટિકિટોનો ભાવ ₹2000 સુધીનો છે છતાંય થિયેટરો એડવાન્સ બૂકિંગમાં હાઉસફૂલ થઈ રહ્યા છે. ‘સિકંદર’ના એડવાન્સ બૂકિંગનો ક્રેઝ જોતા જ ફિલ્મની કમાણીનો અંદાજ લગાવી શકાય છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ સુપરહિટ સાબિત થાય તો પણ એમાં કોઈ નવાઈ નથી. ટિકિટના ઊંચા ભાવ પણ ચર્ચાનો વિષય
ટિકિટના ભાવ છેલ્લા કેટલાક સમયથી ભારે ચર્ચાનો વિષય છે. સાઉથમાં, એક નિયમ છે કે ફિલ્મોની ટિકિટના ભાવ ચોક્કસ મર્યાદાથી વધુ વધી શકતા નથી, જેના કારણે વધુ લોકો ફિલ્મ જોવા જાય છે. જોકે, દેશના અન્ય ભાગોમાં આવું નથી. ટ્રેલરમાં દેખાયો ‘ભાઇજાન’નો ગુજરાતી અંદાજ
3 મિનિટ 39 સેકન્ડના ટ્રેલરમાં સલમાન ખાન ‘સિકંદર’ ની ભૂમિકામાં જોવા મળે છે, જે એક મિશન પર છે, જેનાથી દુશ્મનોને બચવું અશક્ય લાગે છે. ટ્રેલરની શરૂઆતમાં જ એક વોઈસ ઓવર છે, જેમાં સાંભળવા મળી રહ્યું છે કે ‘રાજકોટ કા રાજા હૈ વો’. અગાઉના એક ટીઝરમાં છેલ્લા ડાયલોગમાં સલમાન બોલી રહ્યો હતો કે “આવું છું..”. આ બધી વાત પરથી ચોક્કસ થાય છે કે ફિલ્મમાં ભાઇજાનનો ગુજરાતી અંદાજ જોવા મળી શકે છે. ‘સિકંદર’ ક્યારે રિલીઝ થશે?
ફિલ્મ સિકંદર 30 માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ડિરેક્શન એઆર મુરુગાદોસે કર્યું છે, જેમણે ‘ગજની’ બનાવી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે કાજલ અગ્રવાલ, શરમન જોશી અને પ્રતીક બબ્બર પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ 25 માર્ચથી શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ 200 કરોડ રૂપિયાના જંગી બજેટમાં બનાવવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments