શહેરના વિવિધ વિસ્તારોમાં ત્રણ આગ લાગવાની ઘટના બની હતી. શહેરના ચંડોળા તળાવ પાસે આવેલા એક સાયકલ સ્ટોરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી બાજુમાં ઓઇલની ફેક્ટરી પણ આવેલી હતી. જેમાં પણ આગ ફેલાઈ ગઈ હતી. વટવા જીઆઇડીસી ફેઝ વનમાં પણ ઓઇલની ફેક્ટરી માં આગ લાગી હતી. જ્યારે રાત્રે બોપલ ઘુમા પ્લેઝર ક્લબ રોડ પર ગુલમ્હોર નિર્વાના નામની બિલ્ડિંગમાં બે મકાનોમાં આગ લાગી હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબુ મેળવ્યો હતો ત્રણેય ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી
શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલા સાયકલ સ્ટોરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. થોડા સમયમાં વિકરાળ બની અને બાજુમાં આવેલા ઓઇલ ફેક્ટરી જેમાં ઓઇલ ભરેલું હતું ત્યાં સુધી પહોંચી ગઈ હતી જોકે તાત્કાલિક ફાયર બ્રિગ્રેડની ત્રણ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી અને વલના સામાન્ય ખસેડી લેવાતા આગ વધુ ફેલાઈ નહોતી. જોકે ઘટનામાં નુકસાન થયું હતું. વટવા જીઆઈડીસી ફેઝ- 1માં પણ આગની ઘટના બની હતી. શ્યામ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આગ લાગી હતી. ફાયર બિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. આગ લાગવાના કારણે કોઈ જાનહાની થઈ નથી
જ્યારે રાત્રે 8.30 વાગ્યાની આસપાસ બોપલ ઘુમા રોડ ઉપર આવેલા ગુલમોહર નિર્વાના નામના ફ્લેટમાં આઠમાં માળે બે મકાનના બારણામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ફ્લેટના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી આઠમા માળે રહેલા તમામ લોકો તાત્કાલિક ધોરણે નીચે ઉતરી ગયા હતા ફાયર બ્રિગેડની ટીમને જાણ થતા ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. આગ લાગવાના કારણે કોઈ જાનહાની થઈ નથી.