રાજ્યમાં માર્ચ 2022ની સ્થિતિએ જ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં કુલ મંજૂર કરાયેલી 43,082 જગ્યાઓ પૈકી 37,401 ભરાયેલી છે જ્યારે 5681 (13 ટકા) જગ્યાઓ ખાલી છે. ગુજરાતના 33 જિલ્લામાંથી 22 જિલ્લામાં ડૉક્ટરોની જ્યારે 19 જિલ્લામાં પેરામેડિક્સની 25 ટકાથી વધુ ઘટ છે. આ ઉપરાંત 4 જિલ્લામાં નર્સોની 10 ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. કેગ દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા ‘જાહેર આરોગ્ય આંતરમાળખું અને આરોગ્ય સેવાઓનું વ્યવસ્થાપન પરનો ઓડિટ અહેવાલ’માં આ વિગતો સામે આવી છે. રિપોર્ટમાં કેગે નોંધ્યું છે કે રાજ્યના આરોગ્ય વિભાગ પાસે માનવ સંસાધન અંગે કોઈ હ્યુમન રિસોર્સ (એચઆર) નીતિ નથી. ઉપરાંત સલાહ આપી છે કે સરકારે આરોગ્ય ક્ષેત્રે બજેટના 8% ટકા સુધી વધારવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ. નોંધનીય છે કે, નાણાકીય વર્ષ 2021-22માં આરોગ્ય માટે બજેટમાં 5.83 ટકાની જોગવાઈ કરવામાં આવી હતી. જિલ્લા હોસ્પિટલોમાં IPHS ધોરણો મુજબ 41% જગ્યા ખાલી : { જિલ્લા હોસ્પિટલોમાં માનવ સંસાધનોમાં ઈન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ (IPHS)ના ધોરણો મુજબ 41 ટકા અને રાજ્ય દ્વારા મંજૂર કરાયેલી જગ્યાઓની સામે 19 ટકા ઘટ છે. IPHSના ધોરણો મુજબ, સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની 46 ટકા, ડૉક્ટરોની 47 ટકા, નર્સોની 26 ટકા અને પેરામેડિક્સની 76 ટકા ઘટ છે. જ્યારે આ તમામ કેટેગરીમાં રાજ્યએ મંજૂર કરેલી જગ્યાઓ મુજબ અનુક્રમે 36 ટકા, 18 ટકા, 73 ટકા અને 46 ટકા ઘટ છે. જિલ્લોઘટ%
નર્મદા49%
દેવભૂમિ દ્વારકા47%
અમરેલી42%
કચ્છ40%
બોટાદ38%
છોટા ઉદેપુર38% નર્સોની જગ્યા ખાલી
જિલ્લોઘટ%
પાટણ15%
નર્મદા15%
જૂનાગઢ12%
સાબરકાંઠા11%
ભાવનગર10% સરકારનો બીજો ખર્ચ વધી જતાં અનાજ ન ખરીદ્યું, ગરીબ બાળકો અને મહિલાઓને ભૂખ્યાં રાખ્યાં રાષ્ટ્રીય પોષણ મિશન… સરકારની ઢીલી નીતિને કારણે 3.27 લાખ ટન અનાજની અછત સર્જાઇ કેન્દ્ર પુરસ્કૃત યોજનામાં રાજ્ય સરકારનો નબળો દેખાવ કેગે ઉજાગર કર્યો ગરીબ વર્ગના આંગણવાડીમાં ભણતા બાળકો, શિશુ, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓને સરકારી યોજના હેઠળ રાષ્ટ્રીય પોષણ મિશન હેઠળ અનાજનો જથ્થો પૂરો પાડવામાં આવે છે. જો કે આ યોજના માટે જરૂરિયાની સાપેક્ષે ગુજરાત સરકારની ઢીલી નીતિને કારણે કુલ 3.27 લાખ ટન અનાજના જથ્થાની રાજ્યમાં અછત સર્જાઇ હતી. તેની સામે ગુજરાત સરકારે ખુલ્લા બજારમાંથી માત્ર 1.10 લાખ ટન જથ્થો જ ખરીદ્યો હતો. સરકારે કહ્યું કે, બીજા ખર્ચને કારણે તેમના પર નાણાંકીય ભારણ ખૂબ વધી ગયું હોવાથી તેઓ અનાજનો જથ્થો ખરીદી ન શક્યા. આમ, લાભાર્થીઓને મળવાપાત્ર અનાજનો જથ્થો ન મળતાં તેઓ ભૂખ્યા રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. બાળવિકાસ યોજનાના અમલીકરણની સમીક્ષા કરતાં કેગના અહેવાલમાં વિગતો બહાર આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા નિગમે 5.45 કરોડ ઓળવ્યાં
કેન્દ્ર સરકાર તરફથી મળતું અનાજ ગુજરાત અન્ન અને નાગરિક પૂરવઠા નિગમના ગોડાઉનમાં રાખવાનું હતું તે ત્યાંથી સસ્તા અનાજની દુકાનો પર મોકલવાનું હતું. અનાજનો જથ્થો ઉપાડી ટ્રાન્સપોર્ટ કરવા માટે સરકારે ગુજરાત સહકારી માર્કેટિંગ ફેડરેશનને જવાબદારી આપી હતી. જો કે અન્ન નાગરિક પૂરવઠા નિગમે જવાબદારી ન હોવા છતાં અનાજનો જથ્થો ઉપાડવા હેન્ડલિંગ ચાર્જના નામે સરકાર પાસેથી 5.45 કરોડ લઇ લીધાં હતાં.