back to top
Homeબિઝનેસકેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% વધારો:8મા પગાર પંચ પહેલા 53%થી વધીને 55%...

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% વધારો:8મા પગાર પંચ પહેલા 53%થી વધીને 55% થયું; 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો

શુક્રવારે કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)માં 2%નો વધારો કરવાની મંજૂરી આપી. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સરકારે આ મોટો નિર્ણય લીધો છે. આ વધારા સાથે, હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરોના મોંઘવારી રાહત (DR) 53 ટકાથી વધીને 55 ટકા થશે. આ વધારો 7મા પગાર પંચ હેઠળ કરવામાં આવ્યો છે. છેલ્લો વધારો જુલાઈ 2024માં થયો હતો, જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકાથી વધારીને 53 ટકા કરવામાં આવ્યું હતું. હવે 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે કર્મચારીઓના મૂળ પગારમાં 2 ટકા વધારાનો મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવશે. આ વધારો 1 જાન્યુઆરી, 2025થી અમલી માનવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં વધારાથી કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. 2 મહિનાનું એરિયર્સ મળશે
સરકારે માર્ચ મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે. આવા કિસ્સામાં, બે મહિનાના બાકી પગારને એકસાથે ઉમેરીને માર્ચ મહિનાના પગાર સાથે આપવામાં આવશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની સાથે, માર્ચ મહિનાનો મોંઘવારી ભથ્થું પણ પગારમાં ઉમેરીને કર્મચારીઓના ખાતામાં મોકલવામાં આવશે. જો કોઈપણ કેન્દ્ર સરકારી કર્મચારીનો મૂળ પગાર 19,000 રૂપિયા હોય, તો તેને મોંઘવારી ભથ્થા તરીકે 10,070 રૂપિયા મળશે. હવે 2 ટકાના વધારા બાદ આ ભથ્થું 10,450 રૂપિયા થઈ ગયું છે. શું હોય છે મોંઘવારી ભથ્થું?
મોંઘવારી ભથ્થું એવું નાણું છે, જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવનધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે. આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી કરવામાં આવે છે. એ સંબંધિત પગાર ધોરણના આધારે કર્મચારીઓના મૂળ પગાર અનુસાર ગણવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ હોઈ શકે છે. મોંઘવારી ભથ્થું કેવી રીતે ગણવામાં આવે છે?
મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે, ફોર્મ્યુલા છે [છેલ્લા 12 મહિનાના ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ (AICPI)ની સરેરાશ – 115.76)/115.76]×100. હવે જો આપણે PSU (પબ્લિક સેક્ટર યુનિટ)માં કામ કરતા લોકોના મોંઘવારી ભથ્થા વિશે વાત કરીએ તો એની ગણતરીની પદ્ધતિ છે- મોંઘવારી ભથ્થાની ટકાવારી = (છેલ્લા 3 મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંકની સરેરાશ (બેઝ વર્ષ 2001 = 100)- 126.33) )x100 ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ શું છે?
ભારતમાં ફુગાવાના બે પ્રકાર છે. એક, રિટેલ એટલે કે છૂટક અને બીજો, જથ્થાબંધ ફુગાવો. છૂટક મોંઘવારી દર સામાન્ય ગ્રાહકો દ્વારા ક્વોટ કરાયેલા ભાવ પર આધારિત છે. એને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પણ કહેવામાં આવે છે. DA પછી કેટલો ફાયદો થશે?
આ માટે તમારો પગાર નીચેની ફોર્મ્યુલામાં ભરો..(બેસિક પે+ ગ્રેડ પે) × DA % = DA રકમ જો તમે સાદી ભાષામાં સમજો છો તો મોંઘવારી ભથ્થાનો દર પગારમાં ગુણાકાર થાય છે જે મૂળ પગારમાં ગ્રેડ પગાર ઉમેર્યા પછી કરવામાં આવે છે. જે પરિણામ આવે છે એને ડિયરનેસ એલાઉન્સ (DA) કહેવાય છે. હવે તેને એક ઉદાહરણથી સમજીએ, ધારો કે તમારો મૂળ પગાર 10 હજાર રૂપિયા છે અને ગ્રેડ પે 1000 રૂપિયા છે. બંનેને ઉમેરવા પર કુલ 11 હજાર રૂપિયા થઈ ગયા. હવે વધેલા 42% મોંઘવારી ભથ્થાના સંદર્ભમાં એ 4,620 રૂપિયા થાય છે. તમારી કુલ સેલરી રૂ. 15,620 થઈ. અગાઉ, 38% DAના સંદર્ભમાં, તમને 15,180 રૂપિયાનો પગાર મળતો હતો, એટલે કે DAમાં 4%નો વધારો કર્યા બાદ દર મહિને 440 રૂપિયાનો ફાયદો થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments