back to top
Homeગુજરાતકોર્પોરેશને એક વર્ષ પહેલાં હેલ્થ એટીએમની સુવિધા શરૂ કરી:મ્યુનિ.ના હેલ્થ ATM હાથીના...

કોર્પોરેશને એક વર્ષ પહેલાં હેલ્થ એટીએમની સુવિધા શરૂ કરી:મ્યુનિ.ના હેલ્થ ATM હાથીના દાંત જેવા, 11માંથી 4 ટેસ્ટ જ થઈ શકે છે, એમાંય 2 કલાક રાહ જોવી પડે છે

કોર્પોરેશને એક વર્ષ પહેલાં હેલ્થ એટીએમની સુવિધા શરૂ કરી હતી. સાતેય ઝોનના અર્બન હેલ્થ સેન્ટર ખાતે એક-એક હેલ્થ એટીએમ મશીન મૂકાયા હતા. આ હેલ્થ એટીએમમાં બીપી, હૃદયના ધબકારા, ઈસીજી સહિત 11 ટેસ્ટ કરવાની સુવિધાની જાહેરાત કરાઈ હતી. પરંતુ હેલ્થ એટીએમ પર ઘરે થઈ શકે તેવા બીપી, સુગર, તાવ અને લોહીમાં ઓક્સિજનના 4 ટેસ્ટ કરી શકાય છે. વધારામાં નબળું ઈન્ટરનેટ કનેક્શન અને અન્ય સમસ્યાના કારણે જે ટેસ્ટ થાય છે. તેમાં પણ બે કલાક રાહ જોવી પડે છે. ખાડિયા અને બોડકદેવ ખાતેના હેલ્થ સેન્ટરમાં વાઈફાઈની સુવિધા ન હોવાથી કર્મચારીઓએ પોતાના મોબાઈલ નેટથી હેલ્થ એટીએમ ચલાવવું પડે છે. સ્પીડ ઓછી પડતાં મોટાભાગના ટેસ્ટ થઈ શકતા નથી. લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ માટે એસીની જરૂર હોય છે પણ કેન્દ્રોમાં એસી ન હોવાથી આ ટેસ્ટ પણ થઈ શકતો નથી. હેલ્થ ચેકએપ માટે આવેલા બે વૃદ્ધે કહ્યું, સવારે આવ્યા તો અમને સાંજે બોલાવ્યા અને સાંજે આવ્યા તો દવાખાનું ખૂલ્યું જ નહીં. 6-7 લાખના ખર્ચે વસાવવામાં આવેલા હેલ્થ એટીએમ અંતે શોભાના ગાંઠિયા પૂરવાર થઈ રહ્યા છે. આખરે નાછૂટકે લોકોએ પૈસા ખર્ચી બહાર ટેસ્ટ કરાવવા પડે છે. હેલ્થ એટીએમમાં આ 11 ટેસ્ટની જાહેરાત થઈ હતી કોર્પોરેશને એક વર્ષ અગાઉ આરોગ્ય કેન્દ્રોમાં હેલ્થ એટીએમ મૂક્યા ત્યારે બ્લડપ્રેશર, તાવ, લોહીમાં ઓક્સિજન, હાર્ટબીટ માપવી, ઈસીજી, ડાયાબિટીસનો ટેસ્ટ, બીએમઆઈ, હિમોગ્લોબિન લેવલ, કોલેસ્ટ્રોલ, યુરિન ટેસ્ટ અને લિપિડ પ્રોફાઈલ જેવા પરીક્ષણ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ એકપણ હેલ્થ એટીએમમાં આ તમામ ટેસ્ટ થતાં નથી. અત્યારે માત્ર બીપી, તાવ, લોહીમાં ઓક્સિજનનું લેવલ અને બીએમઆઈ જેવા 4 ટેસ્ટ જ થઈ શકે છે. આ એવા ટેસ્ટ છે જે સામાન્ય મશીન હોય તો લોકો ઘરે પણ માપી શકે છે. મ્યુનિ.નું વચન, મશીનો અપગ્રેડ કરી બધા ટેસ્ટ થાય એવું કરીશું આગામી દિવસોમા મશીનોને અપગ્રેડ કરવાની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત જે જગ્યાએ વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ ન હોય તો તે જગ્યાએ વાઈફાઈ પણ મુકાશે જેથી કામગીરી સરખી રીતે ચાલી શકે. જ્યાં સુધી એસીની વાત છે તો તેના માટે પણ થોડા સમયમાં આયોજન કરવામાં આવશે જેથી તમામ પ્રકારના ટેસ્ટ કરી શકાય. ટૂંકમાં હેલ્થ એટીએમ મશીનોની સંખ્યા પણ વધારવામાં આવશે જેથી લોકોને સારી સુવિધાઓ પૂરી પાડી શકાય. – ડો. ભાવિન સોલંકી, મ્યુનિ.ના એડિશનલ હેલ્થ એમઓએચ ખાનગી લેબોરેટરીમાં વિવિધ ટેસ્ટના ચાર્જ બ્લડસુગર 30 હિમોગ્લોબિન70 કોલેસ્ટ્રોલ40 યુરિન50 લિપિડ પ્રોફાઈલ250 બીપી40 તાવ40 લોહીમાં ઓક્સિજન લેવલ1000 હૃયના ધબકારા300 ઈસીજી400 હેલ્થ એટીએમટેસ્ટ બોડકદેવ 3839 ઈસનપુર 499 નવરંગપુરા 190 સાઉથ બોપલ 1041 વિરાટનગર 216 ન્યુ સરદારનગર 902 ખાડિયા 972 કુલ 7659

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments