back to top
Homeગુજરાતગુજરાત ST બસનું ભાડું 10% વધ્યું:આજથી નવા ભાડાં લાગુ, 48 કિમી સુધીની...

ગુજરાત ST બસનું ભાડું 10% વધ્યું:આજથી નવા ભાડાં લાગુ, 48 કિમી સુધીની મુસાફરીમાં રૂ. 1થી 4નો વધારો; 27 લાખ મુસાફરોને સીધી અસર

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. એસટી નિગમ દ્વારા ચાલકી બસ સેવાનાં ભાડાંમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે આજે મધ્યરાત્રિથી નવા ભાડાં લાગુ કરવામાં આવશે. એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના 27 લાખ મુસાફરોને સીધી અસર થશે. ઉલ્લેખનીય છે કે, 2014 બાદ પહેલીવાર 2023માં એટલે કે 10 વર્ષ બાદ એસટી નિગમ દ્વારા 1 ઓગસ્ટ 2023ના રોજ 25 ટકા સુધીનો ભાડાંમાં વધારો કરવામાં આવ્યો હતો. GSRTC દ્વારા આ લાગુ થનારાં ભાડાંમાં 48 કિમી સુધી રૂ. એકથી લઈને 6 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. 48 કિમી સુધીની મુસાફરીમાં રૂ. 1થી 4નો વધારો
એસટી નિગમ દ્વારા આજે ફરીથી બસના ભાડાં વધારવામાં આવ્યો છે. 28 માર્ચ 2025ની મધરાતથી એટલે કે 29 માર્ચ 2025 રાત્રે 12 વાગ્યાથી 10 ટકાનો ભાડાંમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં લોકલ સર્વિસમાં કુલ મુસાફરો પૈકી 85 ટકા મુસાફરો (દરરોજ અંદાજીત 10 લાખ) 48 કિમી સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર રૂપિયા એકથી રૂપિયા 4 સુધીનો ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે. દરરોજ 27.18 લાખ મુસાફરો બસમાં મુસાફરી કરે છે
ગુજરાતમાં દરરોજ 18.21 લાખ ગ્રામીણ મુસાફરો, 46 હજાર શહેરી મુસાફરો અને 8.30 લાખ વિદ્યાર્થીઓ એમ કુલ મળીને 27.18 લાખ મુસાફરો રાજ્યની એસ.ટી. બસમાં મુસાફરી કરે છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને (GSRTC)ની કુલ 8,320 બસ દરરોજ 42,083 જેટલી ટ્રીપ પૂરી કરે છે. બધી બસોનું 34.52 લાખ કિલોમીટર જેટલું અંતર દરરોજ કાપે છે. ગુજરાતના 18,367 ગામડાઓ એટલે કે 99.34 ટકા ગામડાઓને એસ.ટી. નિગમે આવરી લીધા છે. રોજ સરેરાશ 68,000 ટિકિટ ઓનલાઇન બુક થાય છે. 8,320 બસની દરરોજ 42,083 જેટલી ટ્રીપ
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના રાજ્યમાં કુલ 16 ડિવિઝન, 125 બસ ડેપો, 151 બસ સ્ટેશન્સ અને 1554 જેટલા પીકઅપ સ્ટેન્ડ આવેલા છે. ડ્રાઇવર, કંડક્ટર, મિકેનિક, વહીવટી સ્ટાફ અને અધિકારીઓ કુલ મળીને 36,297 કર્મચારીઓ નિગમમાં કાર્યરત છે. કુલ 8,320 બસ દરરોજ 42,083 જેટલી ટ્રીપમાં 34.52 લાખ કિમી અંતર કાપે છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ સુધી આ બસ સેવાઓ વિસ્તરેલી છે. હાલ ST પાસે 8,320 બસની ફ્લિટ છે. જેમાં 20 વોલ્વો સ્લીપર, 50 વોલ્વો સીટર, 50 એ.સી. સ્લીપર, 50 એ.સી. સીટર, 50 ઇલેક્ટ્રિક, 431 નોન એસી સ્લીપર, 703 ગુર્જર નગરી, 5,556 ડીલક્સ એક્સપ્રેસ, 1105 મીની બસ અને 300 લક્ઝરી બસ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments