સિવિક સેન્સ, મહિલા પ્રત્યેના વલણો અને વિવિધતા-ભેદભાવ જેવા માપદંડોમાં ગુજરાત દેશના ટોપ-10 રાજ્યમાં પણ સામેલ નથી. ઇન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા જાહેર કરવામાં આવેલ ‘ગ્રોસ ડોમેસ્ટિક બિહેવિયર સરવે’ મુજબ, દેશના 23 રાજ્યમાંથી ગુજરાત એકદંરે 21મા ક્રમે છે. નાગરિકોની જવાબદારીઓ, જાહેર સુરક્ષા, જાતીય સમાનતા અને સામાજિક,ધાર્મિક, આંતરજાતીય બાબતોમાં લોકાના વર્તન અંગેના આ સરવેમાં દેશમાં કેરળ પ્રથમ અને તમિલનાડુ બીજા ક્રમે છે. આ સરવેને ભારતનો પ્રથમ સિવિક સરવે કહેવામાં આવ્યો છે. દેશના 23 રાજ્યમાંથી 9188 લોકોને વ્યક્તિગત રીતે સવાલો પૂછીને સરવે કરવામાં આવ્યો છે. 54% શહેરી અને 46% ગ્રામિણ લોકો, જ્યારે 51% પુરુષ અને 49% મહિલા સરવેમાં સામેલ હતા. વિવિધ પ્રકારના માપદંડોને આધારે સરવે કરાયો
સિવિક બિહેવિયર કેટેગરીમાં કચરા ફેંકવો, ટિકિટ વગર ટ્રાવેલ, મુશ્કેલીમાં નાગરિકોને મદદ કરવી જેવા માપદંડ સામેલ છે. જાહેર સુરક્ષાની કેટેગરીમાં ટ્રાફિકની સમસ્યાઓ, જાહેર પરિવહનની સુરક્ષા સામેલ છે. જેન્ડર એટિટ્યુડમાં ઘેરલુ હિંસા, મહિલાઓને આર્થિક નિર્ભર કરવામાં મદદ અને તેમના દ્વારા સ્વતંત્ર રીતે કરવામાં નિર્ણય જેવા માપદંડ સામેલ છે. વિવિધ ધર્મ-જાતિ,આંતરજ્ઞાતીય સંબંધોમાં વ્યવહાર જેવા માપદંડ સામેલ હતા. જાહેર સુરક્ષા: આ કેટેગરીમાં પણ ગુજરાત 13મા ક્રમાંકે અને કેરળ સૌથી આગળ
સિવિક સેન્સની કેટેગરીમાં ગુજરાત 22મા ક્રમે અને તમિલાનડુ પ્રથમ ક્રમે છે. જાહેર સુરક્ષાની કેટેગરીમાં ગુજરાત 13મા અને કેરળ પ્રથમ ક્રમે છે. જ્યારે જેન્ડર એટિટ્યુડ એટલે કે મહિલા પ્રત્યેના વર્તન અને વલણોમાં ગુજરાત 22મા અને કેરળ પ્રથમ ક્રમે છે. ધાર્મિક અને જાતીય વિવિધતા તથા ભેદભાવની કેટેગરીમાં ગુજરાત 17મા ક્રમાંકે.