back to top
Homeગુજરાતદુકાનના પ્રમોશન માટે વરાછા રોડ માથે લીધો, VIDEO:કાર પર સ્ટંટ કરી આઇફોન...

દુકાનના પ્રમોશન માટે વરાછા રોડ માથે લીધો, VIDEO:કાર પર સ્ટંટ કરી આઇફોન અને ઇયરબડ્સ આપ્યા, ચાલુ જીપે ગિફ્ટ લેવા જતાં યુવતી અકસ્માતથી બચી

સુરતના વરાછા વિસ્તારનો એક વીડિયો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. પોદ્દાર આર્કેડમાં મોબાઈલની દુકાન ચલાવતા દુકાનદારે પોતાની દુકાનના પ્રમોશન માટે રસ્તા પર સ્ટંટ કર્યા હતા. જેમાં ખુલ્લી જીપમાં ગિફ્ટ લેવા જતા યુવતીનો અકસ્માત થતા બચ્યો હતો. હાલ તો આ વીડિયો મામલે વરાછા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દુકાનના પ્રમોશન અને ફોલોઅર્સ વધારવા ટ્રાફિકજામ કર્યો
મળતી માહિતી પ્રમાણે, પોદ્દાર આર્કેડમાં હેવમોર મોબાઈલની દુકાન આવેલી છે. વરાછાની આ જાણીતી મોબાઈલ દુકાનના માલિકો દ્વારા તમામ નિયમો નેવે મૂકી દીધા હતા. મોબાઈલના દુકાનના પ્રમોશન અને ફોલોઅર્સ વધારવા જાહેર રસ્તા પર ટ્રાફિકજામ કર્યો હતો. કાર અને ખુલ્લી જીપમાં સ્ટંટ કરીને લોકોને ગિફ્ટ આપવામાં આવી રહી છે. મની હાઈસ્ટ થીમ પર પ્રમોશન સાથે કાર અને જીપમાં સ્ટંટ કરવામાં આવ્યા હતા. ગિફ્ટ લેવા જતા યુવતીનો અકસ્માત થતા બચ્યો હતો
મોબાઈલની દુકાનના પ્રમોશન માટે ખુલ્લી જીપમાં દુકાનના માલિક દ્વારા રસ્તા પર જતા લોકોને ગિફ્ટ આપવામાં આવી હતી. ઓડી કારના બોનેટ પર બેસી અને ઊભા રહી વ્યસ્ત રહેતા વરાછા રોડ પર સ્ટંટ કરવામાં આવ્યા હતા. આ સાથે ખુલ્લી જીપમાં ગિફ્ટ આપતા સમયે એક યુવતી ગિફ્ટ લેવા જતા અકસ્માત થતા બચ્યો હતો. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. જેથી વરાછા પોલીસ દ્વારા આ મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે. કારમાં સ્ટંટના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
સુરતમાં થોડા સમયથી સોશિયલ મીડિયામાં વાઇરલ થવા માટે નત નવા ગતકડાઓ કરવામાં આવી રહ્યા છે. કારમાં સ્ટંટના અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે. જેમાં પોલીસે આવા સ્ટંટ કરનારાઓને બે કાન પકડાવીને માફી પણ મંગાવવામાં આવી ચૂકી છે. જોકે, હજુ પણ આવા વીડિયો અવારનવાર સામે આવી રહ્યા છે. આ સાથે જ સોશિયલ મીડિયાના એકાઉન્ટ પણ ડીલીટ કરાવવામાં આવી રહ્યા છે. હજુ પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તો આવા સ્ટંટ કરનારાઓ બંધ થાય તેવી શક્યતાઓ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments