back to top
Homeગુજરાતપ્રાચીન દ્વારકાના વારસાને ઉજાગર કરવા મોટું પગલું:દ્વારકા અને બેટ દ્વારકામાં ત્રણ ટીમો...

પ્રાચીન દ્વારકાના વારસાને ઉજાગર કરવા મોટું પગલું:દ્વારકા અને બેટ દ્વારકામાં ત્રણ ટીમો દ્વારા સઘન સંશોધન શરૂ, અન્ડરવોટર આર્કિયોલોજી વિંગની રચના

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા દ્વારકામાં એક મહત્વપૂર્ણ સંશોધન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વિભાગના વડા આલોક ત્રિપાઠીએ દ્વારકાની હોટલ લોર્ડઝ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી. દ્વારકા વિસ્તારમાં સંશોધન કાર્યની શરૂઆત 1979માં થઈ હતી. 2005થી 2007 દરમિયાન લેન્ડ અને વોટર વિભાગમાં વ્યાપક સંશોધન હાથ ધરાયું હતું. તે સમયે 2 નોટિકલ માઈલ બાય 1 નોટિકલ માઈલના વિસ્તારમાં સર્વે કરાયો હતો. જોકે, મર્યાદિત સંસાધનોને કારણે માત્ર 50 મીટર બાય 50 મીટરના વિસ્તારમાં જ ખોદકામ શક્ય બન્યું હતું. અન્ડરવોટર આર્કિયોલોજી વિંગની રચના
હવે સરકારે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા અંતર્ગત અન્ડરવોટર આર્કિયોલોજિકલ વિંગની રચના કરી છે. વર્તમાનમાં ત્રણ ટીમ કાર્યરત છે, જેમાં બે ટીમ બેટ દ્વારકામાં અને એક ટીમ દ્વારકામાં સંશોધન કરી રહી છે. પ્રથમ તબક્કામાં ગોમતી નદીના મુખ પાસે ડાઈવિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દ્વારકાના દરિયાઈ ક્ષેત્રમાં ચાલતું ત્રિસ્તરીય સંશોધન કાર્ય
વિભાગ નવા સભ્યોની ભરતી અને તાલીમની પ્રક્રિયા પણ શરૂ કરી રહ્યું છે. આ સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વારકાના ઐતિહાસિક મહત્વને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો છે. સરકારની ભવિષ્યની યોજનામાં સમુદ્રમાં ડૂબેલી દ્વારકાને નિહાળી શકાય તેવી અન્ડરવોટર વ્યૂઇંગ ગેલેરી બનાવવાનો પણ સમાવેશ થાય છે. આ સંશોધન કાર્ય સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રથમ તબક્કામાં ગોમતી નદીના મુખ પાસે ડાઈવિંગ ઓપરેશન
આર્કોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયા વિભાગના વડા આલોક ત્રિપાઠીએ હાલમાં ચાલી રહેલા સંશોધન કાર્યની માહિતી આપતા જણાવ્યું હતું કે, દ્વારકાએ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પુરાતત્વીય દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. પુરાતત્વવિદ અને ઈતિહાસકારો દ્વારા એક સદીથી વધુ સમયથી આ વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે. સમુદ્રમાં ગરકાવ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાના પ્રયાસો
આર્કોલોજી વિભાગ દ્વારા આ પહેલા વર્ષ 1979માં સંશોધન કાર્યની શરૂઆત કરી હતી. હવે સરકાર દ્વારા સમગ્ર દ્વારકા તથા બેટ દ્વારકા વિસ્તારમાં સંશોધન કાર્ય હાથ ધરવામાં આવશે. જેના માટે આર્કોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયા દ્વારા અન્ડરવોટર આર્કોલોજીકલ વિંગની રચના કરવામાં આવી છે, જેમાં આર્કોલોજીકલ વિભાગની ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં નવા આર્કોલોજીકલ સર્વે હાથ ધરવામાં આવી રહ્યા છે. જેનો ઉદ્દેશ્ય આ વિસ્તારના ઐતિહાસિક મહત્વને વિશ્વફલક પર ઉજાગર કરવાનો રહેશે. દ્વારકાનું ઐતિહાસિક મહત્વ હવે વિશ્વ સમક્ષ રજૂ
આ સમગ્ર ઐતિહાસિક મહત્વ ધરાવતાં દ્વારકા પંથકમાં સઘન અદ્યયન અને સંશોધનકાર્ય હાથ ધરી નવા સંસ્કરણો સાથે નવી માહિતી વિશ્વફલક પર ઉપલબ્ધ કરાશે. સરકારનું આગામી આયોજન આ સમગ્ર વિસ્તારમાં સીસ્ટેમેટીકલી સંશોધનકાર્ય હાથ ધરવાનું છે. જેને લઇ ટૂંક સમયમાં જ આ સંશોધનકાર્યના સફળ પરિણામો જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments