મહારાષ્ટ્ર, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર છે. અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ હાઈવેનો ભરૂચથી ગણદેવા સુધીનો રૂટ જૂન 2025ના અંત સુધીમાં કાર્યરત થઈ જશે. આ એક્સપ્રેસ હાઈવે કાર્યરત થવાથી મુસાફરી વધુ ઝડપી અને સરળ બનશે, તેમજ ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે. હાલમાં સુરતથી ભરૂચ સુધી પહોંચવામાં જેટલો સમય લાગે છે, તેટલો જ સમય ભરૂચથી અમદાવાદ પહોંચવામાં લાગે છે. નવો એક્સપ્રેસ હાઈવે કાર્યરત થતાં સુરતથી અમદાવાદનું અંતર: માત્ર સાડા ત્રણ કલાકથી પોણા ચાર કલાકમાં કવર થશે. એક્સપ્રેસ-વે કાર્યરત થવાથી અંકલેશ્વર, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના લોકોને મોટો ફાયદો થશે. મુસાફરી ઝડપી અને સરળ બનશે, તેમજ ચોમાસામાં થતાં ટ્રાફિક જામથી રાહત મળશે. ભરૂચથી એના ગામ સુધી 95 ટકા કામ પૂરું
એક્સપ્રેસ-વે પર પેકેજ-5, પેકેજ-6 અને પેકેજ-7ની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ભરૂચથી એના સુધીના 61.5 કિલોમીટરના રૂટનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. જેમાં અંકલેશ્વરથી કીમ વચ્ચે થોડું કામ બાકી છે, જ્યારે કીમથી એનાગામ વચ્ચેનો રસ્તો પૂરી રીતે તૈયાર છે. તાપી નદી પરના બ્રિજ અને રેલવે ઓવરબ્રિજના ફિનિશિંગનું કામ હાલ ચાલી રહ્યું છે. ગણદેવા સુધીનું કામ જૂનમાં પૂર્ણ થઈ જશે
એના ગામથી નવસારીના ગણદેવા સુધીનું 92 ટકા કામ પણ પૂર્ણ થઈ ગયું છે અને બાકીનું કામ જૂન મહિના સુધીમાં પૂરું કરી દેવામાં આવશે. પેકેજ મુજબ જોઈએ તો, અંકલેશ્વરથી કીમ (પેકેજ-5)નું 77 ટકા, કીમથી એના (પેકેજ-6)નું 98.50 ટકા અને એનાથી ગણદેવા પેકેજ-7)નું 92 ટકા કામ પૂર્ણ થયું છે. દક્ષિણ ગુજરાતથી અમદાવાદ જતાં ટ્રાફિકમાંથી રાહત
આ એક્સપ્રેસ વે શરૂ થવાથી અંકલેશ્વર, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના લોકોને સીધો ફાયદો થશે. હાલમાં સુરતથી ભરૂચ પહોંચવામાં જેટલો સમય લાગે છે, એટલો જ સમય ભરૂચથી અમદાવાદ પહોંચવામાં લાગે છે. પરંતુ આ હાઈવે શરૂ થયા બાદ સુરતથી અમદાવાદનું અંતર માત્ર 3.35થી 3.45 કલાકમાં પૂરું થઈ જશે. આ સાથે જ ચોમાસામાં થતાં ટ્રાફિક જામની સમસ્યામાંથી પણ લોકોને મુક્તિ મળશે. હવે માત્ર 2 કિલોમીટરનું કામ બાકી
એક્સપ્રેસ-વેમાં એના ગામથી ગણદેવા સુધીના પેકેજ-7ની વાત કરીએ તો, તેની કુલ લંબાઈ 27.50 કિલોમીટર છે, જેમાંથી 25 કિલોમીટર સુધીનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે માત્ર 2 કિલોમીટરનું કામ બાકી છે, જે જૂન 2025 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આ પેકેજની અંદાજિત કિંમત 3180 કરોડ રૂપિયા છે અને આ કામગીરી આઈ.આર.બી.ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર દ્વારા કરવામાં આવી રહી છે. આમ, આ હાઈવે દક્ષિણ ગુજરાતના લોકો માટે ચોમાસા પહેલાં એક મોટી ભેટ સાબિત થશે, જે તેમના સમય અને મુસાફરીને સરળ બનાવશે. દક્ષિણ ગુજરાતના વિકાસ માટે મહત્વપૂર્ણ
આ એક્સપ્રેસ-વે માત્ર મુસાફરી માટે જ નહીં, પરંતુ દક્ષિણ ગુજરાતના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. આ માર્ગ પર વાહનવ્યવહાર સરળ બનવાથી વેપાર અને ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે.