આજે સવારે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપના આંચકા મ્યાનમાર, થાઈલેન્ડ તેમજ ભારત, બાંગ્લાદેશ અને ચીનમાં અનુભવાયા હતા. આ 5 દેશોના વિવિધ વિસ્તારોમાં ગભરાટમાં સેંકડો લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી ગયા. મ્યાનમારના મંડાલે એરપોર્ટ પર હાજર લોકો ટેક્સી વે પર જ બેઠા હતા. આ સમયગાળા દરમિયાન ઘણી ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક નિર્માણાધીન 30 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. આ સાઇટ પર 400 લોકો કામ કરી રહ્યા હતા. મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપની 10 તસવીરો…. મ્યાનમારમાં આવેલા ભૂકંપ સંબંધિત સંપૂર્ણ સમાચાર અહીં વાંચો….