આલિયા ભટ્ટ હાલમાં ઇન્ડસ્ટ્રીની ટોચની હિરોઇન છે. આ એક્ટ્રેસ પોતાની પર્સનલ અને પ્રોફેસનલ લાઈફના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસ સારા અલી ખાને ખુલાસો કર્યો કે તે આલિયા ભટ્ટથી ઈર્ષ્યા કરતી હતી. તેણે કહ્યું- મેં એક્ટ્રેસના જીવનમાં આવતા પડકારો વિશે વિચાર્યું નહતું. મને માત્ર તેની સફળતા દેખાતી હતી. NDTV યુવા સાથે વાત કરતા સારાએ કહ્યું- જ્યારે આલિયાને નેશનલ એવોર્ડ મળ્યો. તે સમયે મને લાગ્યું, ભગવાન તે આ એવોર્ડ જીતી ગઈ! તેને એક બાળક પણ છે. તેનું જીવન સેટ છે. પણ મને ખબર નથી કે આ બધું પ્રાપ્ત કરવા માટે તેને શું સહન કરવું પડ્યું. સારા વધુમાં કહ્યું- દરેક સિક્કાની બે બાજુ હોય છે. કોઈની ઈર્ષ્યા કરતા પહેલા, તમારે તે વ્યક્તિની આખી સ્ટોરી જાણવી જોઈએ. ઘણીવાર આપણે કોઈની મહેનત જાણ્યા વિના તેની ઈર્ષ્યા કરીએ છીએ. આપણે ફક્ત બીજાઓની સફળતા જોઈએ છીએ. તેણે કહ્યું- આની પાછળ શું ચાલી રહ્યું છે તે આપણે જોઈ શકતા નથી. ઈર્ષ્યા એટલે અંધત્વ છે. આલિયા ભટ્ટને વર્ષ 2022માં તેમની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. તે જ વર્ષે એપ્રિલમાં, તેણે એક્ટર રણબીર કપૂર સાથે લગ્ન કર્યા. બંને નવેમ્બર 2022માં રાહાના માતા-પિતા બન્યા. સારા અલી ખાન વિશે વાત કરીએ તો, તેણે 2018માં ફિલ્મ ‘કેદારનાથ’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સારાની ‘સ્કાય ફોર્સ’ આ વર્ષે રિલીઝ થઈ હતી, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. ટૂંક સમયમાં તે ‘મેટ્રો ઇન ડિનોન’ ફિલ્મમાં જોવા મળશે.