અનન્યા પાંડે ઘણીવાર તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી એક્ટ્રેસનું નામ હોલીવુડ મોડેલ વોકર બ્લેન્કો સાથે જોડવામાં આવી રહ્યું છે. અનન્યા પાંડેએ તાજેતરમાં તેના કથિત બોયફ્રેન્ડ વોકર બ્લેન્કોની પોસ્ટ પર કમેન્ટ કરી. અનન્યા અને તેની બહેને પોસ્ટ પર કમેન્ટ કરી વોકર બ્લેન્કોએ 28 માર્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. અનન્યા પાંડે અને તેની બહેને આ પોસ્ટ પર ટિપ્પણી કરી હતી. કોમેન્ટમાં અનન્યાએ લખ્યું, ‘મીસ્ટર વર્લ્ડ વાઈડ’. અનન્યાની બહેને પણ કહ્યું, ‘તું ખૂબ જ કૂલ છે.’ આ ટિપ્પણીઓ પછી, સોશિયલ મીડિયા પર તેમના રિલેશનશિપની અફવાઓ તેજ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સે પણ રિએક્શન આપ્યા વોકર બ્લેન્કોએ ઈન્સ્ટાગ્રામ પર ફોટા અને વીડિયોનું કલેક્શન શેર કર્યું હતું. તેની પોસ્ટ્સમાં પ્રકૃતિ અને વન્યજીવનના ફોટા, સેલ્ફી, કેન્ડિડ મોમેન્ટ, સ્વિમિંગ સેશન અને મિત્ર સાથેના ફોટા સામેલ છે. વોકરની પોસ્ટ પર યુઝર્સે પણ પ્રતિક્રિયા આપી. એક યુઝરે લખ્યું- ‘લીવિંગ લાર્જ’. બીજાએ લખ્યું, ‘એપિક’. અનન્યાએ વોકરના જન્મદિવસ પર ફોટો શેર કર્યો હતો આ વર્ષે ફેબ્રુઆરીની શરૂઆતમાં અનન્યા પાંડેએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વોકર બ્લેન્કો માટે એક ખાસ બર્થડે પોસ્ટ શેર કરી હતી. તેણીએ વોકરનો એક કેન્ડિડ ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં કેપ્શનમાં લખ્યું: “હેપ્પી બર્થડે વોકર બ્લેન્કો.” જોકે, અનન્યા પાંડે અને વોકર બ્લેન્કોએ સત્તાવાર રીતે તેમના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. અનંત અંબાણીની સગાઈમાં બંને સાથે જોવા મળ્યાં હતાં અનંત અંબાણીની સગાઈમાં વોકર અને અનન્યા સાથે જોવા મળ્યાં હતાં. ત્યારથી તેમના અફેરના સમાચાર હેડલાઈન્સમાં છે. હવે વોકરની પોસ્ટના આધારે લોકો બંનેના સાથે હોવા અંગે પણ અનુમાન લગાવી રહ્યા છે. વોકર બ્લેન્કો કોણ છે? વોકર બ્લેન્કો એક હોલીવુડ મોડેલ છે અને તે અમેરિકાના શિકાગોનો રહેવાસી છે. વોકરની ફેસબુક પ્રોફાઇલ મુજબ, તેણે પોતાનો મોટાભાગનો સમય ફ્લોરિડાના મિયામીમાં વિતાવ્યો છે. વેસ્ટમિન્સ્ટર ક્રિશ્ચિયન સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી તેણે મોડેલિંગ શરૂ કર્યું. અનન્યા ફિલ્મ કેસરી-2 માં જોવા મળશે અનન્યા પાંડે ટૂંક સમયમાં ફિલ્મ કેસરી-2 માં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને આર. માધવન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 18 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઉપરાંત અનન્યા રોમેન્ટિક ફિલ્મ ‘ચંદા મેરા દિલ’ અને ‘કોલ મી બે’ ની બીજી સીઝનમાં પણ જોવા મળશે. અભિનેત્રીએ 2016 માં ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.