IPL 2025ની નવમી મેચમાં 2022ના ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને 5 વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આજે એકબીજા સામે ટકરાઈ રહી છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ગુજરાત તરફથી સાઈ સુદર્શન અને શેરફન રૂધરફોર્ડ ક્રિઝ પર છે. સાઈ સુદર્શને ફિફ્ટી ફટકારી છે. શાહરૂખ ખાન (9 રન) હાર્દિક પંડ્યાના બોલ પર તિલક વર્માના હાથે કેચ આઉટ થયો. તેણે કેપ્ટન શુભમન ગિલ (38 રન)ને પણ આઉટ કર્યો. જોસ બટલર (39 રન)ને મુજીબ ઉર રહેમાને આઉટ કર્યો.