back to top
Homeગુજરાતઇમ્પેક્ટ ફીના લોક દરબારની તારીખ બદલાઈ:9 એપ્રિલથી 2 મે સુધી અલગ અલગ...

ઇમ્પેક્ટ ફીના લોક દરબારની તારીખ બદલાઈ:9 એપ્રિલથી 2 મે સુધી અલગ અલગ ઝોનમાં લોક દરબાર યોજાશે; ભાજપના નેતાઓની નારાજગી જોઈને નવી તારીખ જાહેર કરાઈ

ગેરકાયદેસર બાંધકામ કરનારા લોકોને તેમના બાંધકામોને કાયદેસર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા ઇમ્પેક્ટ ફી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગ દ્વારા યોજાનારા લોક દરબાર અંગે ભાજપના સત્તાધીશો સાથે સંકલન કર્યા વિના તારીખોની જાહેરાત કરી દેવામાં આવી હતી. જેથી ભાજપના નેતાઓની નારાજગીના પગલે તારીખો બદલવામાં આવી છે. હવે એપ્રિલ મહિનાની 9 એપ્રિલથી લઈ અને 2 મે સુધી અલગ અલગ તારીખે અલગ અલગ ઝોનમાં લોક દરબાર યોજાશે. ભાજપના સત્તાધીશોને જાણ ન થતાં રોષ ફેલાયો હતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં બે તબક્કામાં અલગ અલગ દિવસે અલગ અલગ ઝોનમાં લોક દરબારનું આયોજન કરવા અંગેની જાહેરાત કરી દેવામાં આવી હતી. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 2 એપ્રિલથી 7 એપ્રિલ અને બીજા તબક્કામાં 21 એપ્રિલથી લઈ 30 એપ્રિલ સુધી લોક દરબાર યોજાવાનો હતો. લોક દરબાર યોજાવા અંગેની વિવિધ અખબારો અને સોશિયલ મીડિયામાં જાહેરાત મારફતે ભાજપના સત્તાધીશોને જાણ થતાં રોષ ફેલાયો હતો. મ્યુનિસિપલ કમિશનરથી લઇ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને એસ્ટેટ વિભાગના અધિકારીઓને આ મામલે તેઓએ ધ્યાન દોરી અને પૂછ્યા વિના જ તારીખો જાહેર કરી દેવામાં આવતા નારાજગી વ્યક્ત કરી હતી. લોક દરબારની નવી તારીખ જાહેર કરાઈ
ભાજપના નેતાઓની નારાજગી જોઈને હવે લોક દરબારની તારીખ નવેસરથી જાહેર કરવા સૂચના આપતા નવી તારીખ જાહેર કરવામાં આવી છે. અલગ અલગ ઝોનમાં હવેથી 9 એપ્રિલથી લઈને 2 મે સુધી દરેક ઝોનમાં બે તબક્કામાં લોક દરબાર યોજાશે. દરેક ઝોનમાં કુલ ચાર દિવસ માટે આ લોક દરબાર યોજાશે જેમાં જે પણ વ્યક્તિએ ઓક્ટોબર 2022 પહેલા પોતાનું ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તેને ઇમ્પેક્ટ ફીના નિયમ કાયદા મુજબ કાયદેસર કરાવી શકાશે. અનઅધિકૃત બાંધકામો નિયમિત કરાવી શકાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં 30 ઓક્ટોબર 2022 કે તે પહેલાં થયેલાં અન-અધિકૃત વિકાસ (બાંધકામ)ને નિયમિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા Gujarat Regularization of Unauthorised Development Act No.01/2023 અમલમાં આવ્યો છે. જે અનુસંધાને અન-અધિકૃત બાંધકામ નિયમિત કરાવવા રાજ્ય સરકારના ઈ-નગર પોર્ટલ www.ernagar.gujarat.gov.in પર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે. અરજી સ્વીકારવાની છેલ્લી તા.16 જૂન 2025 રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેરનામું કરી મુકરર કરવામાં આવી છે. અરજીઓના નિકાલ અંગે કાર્યવાહી કરવા સૂચના
ગૃડા એક્ટ અને સરકારના પ્રસિદ્ધ કરવામાં આવેલાં નિયમો, ફી અંગેના નોટીફીકેશન (પાર્કીંગ-સુધારા જોગવાઈ સહિત) તથા ગુડા અંતર્ગતની કામગીરી અંગે સંમતિ આપેલ આર્કિટેકટ/ એન્જિનિયર તથા સ્ટ્રક્ચરલ એન્જિનિયરની યાદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ www.ahmedabadcity.gov.in

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments