ઊંઝા એસટી બસ ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ નારાયણભાઈ સોલંકીનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો હતો. જેતલવાસણા ગામના વતની ભરતભાઈએ એસટી ડેપોમાં 31 વર્ષની સેવા પૂર્ણ કરી વય મર્યાદાને કારણે નિવૃત્તિ લીધી છે. વિદાય સમારોહ એસટી ડેપોના વર્કશોપ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં વિભાગીય નિયામક મહેસાણા એમ.ડી. શુક્લ, વિભાગીય પરિવહન અધિકારી વાય.એન. ચૌધરી, સી.ડીટીઓ વિનુભાઇ ચૌધરી અને ઊંઝા ડેપો મેનેજર હેતલબેન પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ તેમના ઉદ્બોધનમાં ભરતભાઈની ફરજ પ્રત્યેની પ્રમાણિકતા અને સેવાને બિરદાવી હતી. એસટી ડેપોના કર્મચારીઓ, પરિવારજનો અને સગાસબંધીઓએ શાલ ઓઢાડીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન જીએસ એસટી કર્મચારી મંડળ મહેસાણાના શિવરામભાઇ ચૌધરીએ કર્યું હતું.