ઊંઝા શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના સભ્યોએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. વિધાનસભા ગૃહની મુલાકાત વેળાએ ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઊંઝા શહેર અને તાલુકા ભાજપ મહિલા મોરચાની હોદ્દેદાર બહેનો તેમજ કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. મહિલા મોરચાના સભ્યોએ વિધાનસભા ગૃહની કામગીરી અંગે માહિતી મેળવી હતી.