છેલ્લા 12 વર્ષથી ફેન્સ હૃતિક રોશન અને રાકેશ રોશનની ‘ક્રિશ 4’ની રાહ જોઈ રહ્યા છે. ઘણા સમયથી સમાચાર આવી રહ્યા હતા કે ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે અને તે ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરવામાં આવશે. પરંતુ આ પ્રોજેક્ટ એટલો મોટો છે કે તેને બનાવવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી હતી. ક્યારેક પ્રોડ્યુસરોને ફિલ્મનું બજેટ વધારવામાં મુશ્કેલી પડતી હતી, તો ક્યારેક ફિલ્મ મેકર સિદ્ધાર્થ આનંદ જે આ પ્રોજેક્ટનો ભાગ હતા તેઓ તેમાંથી બહાર નીકળી જતા હતા, જેના કારણે તેનું સમય લાગી રહ્યો હતો. ‘ક્રિશ’ કરશે ‘ક્રિશ 4’નું ડિરેક્શન
પરંતુ ફાઈનલી હવે ફિલ્મના નિર્માતાઓએ ફેન્સને ખુશ કરી દીધા છે. રાકેશ રોશને જાહેરાત કરી છે કે ‘ક્રિશ 4’ બનવા જઈ રહી છે અને તેનું ડિરેક્શન તેનો દીકરો, હૃતિક રોશન પોતે કરશે. તેમણે એક પોસ્ટ દ્વારા આ ખુશખબર આપી છે કે તેઓ ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા સાથે મળીને આ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. રાકેશ રોશને પોસ્ટ શેર કરતાં લખ્યું, ‘ડુગ્ગુ, 25 વર્ષ પહેલા મેં તને એક એક્ટર તરીકે લોન્ચ કર્યો હતો અને આજે 25 વર્ષ પછી હું તને ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા સાથે ફરીથી એક ડિરેક્ટર તરીકે લોન્ચ કરી રહ્યો છું. જેથી તું આ સૌથી મોટા પ્રોજેક્ટ ‘ક્રિશ 4’ આગળ વધારી શકે. આ નવા અવતાર માટે હું તને શુભકામનાઓ પાઠવું છું. આ પહેલી વાર બનશે જ્યારે હૃતિક રોશન પોતે પોતાની ફિલ્મનું ડિરેક્શન કરવા જઈ રહ્યા છે. આ ઉપરાંત, ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને પુષ્ટિ કરી કે હૃતિક રોશન ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે તેની ફિલ્મ ‘ક્રિશ 4’થી ડિરેક્શનની શરૂઆત કરશે. આ ફિલ્મનું નિર્માણ આદિત્ય ચોપરા અને રાકેશ રોશન દ્વારા કરવામાં આવશે. ‘ક્રિશ’ ની સફર 19 વર્ષ પહેલા શરૂ થઈ હતી
વર્ષ 2006માં, ભારતીય સિનેમામાં પહેલીવાર એક સુપરહીરોની એન્ટ્રી થઈ. ફિલ્મમાં બતાવેલા સ્ટન્ટ્સથી લઈને તેની સ્ટોરી સુધી, બધું જ તેના સમય કરતાં ઘણું આગળ હતું. પરંતુ પ્રેક્ષકો તેની સાથે ખૂબ સારી રીતે જોડાઈ શક્યા. જે પછી 2013માં ‘ક્રિશ 3’માં ક્રિશની ઝલક ફરીથી બતાવવામાં આવી. બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી પરંતુ તે ફિલ્મોને મળેલો પ્રેમ તદ્દન અલગ હતો. હવે લગભગ 12 વર્ષ પછી, રાકેશ રોશન એ સુપરહીરોને પાછો લાવી રહ્યા છે જે દરેક બાળકનો ફેવરિટ રહ્યો છે. સાથે પિંકવિલાના અહેવાલ અનુસાર 22 વર્ષ પછી આ ફિલ્મમાં ‘કોઈ મિલ ગયા’ના જાદુની વાપસી પણ જોવા મળી શકે છે. જોકે હજુ સુધી તેના વિશે કોઈ ઓફિસિયલ જાણકારી સામે આવી નથી. 2026માં શૂટિંગ શરૂ થશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘ક્રિશ 4’ ની સ્ક્રિપ્ટ તૈયાર છે અને તેનું પ્રી-પ્રોડક્શન કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષની શરૂઆતમાં 2026માં શરૂ થશે. રાકેશ રોશનની એક્ટરથી ડિરેક્ટર બનવા સુધીની સફર
રાકેશ રોશને 1970માં ફિલ્મ ‘ઘર ઘર કી કહાની’થી એક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે સપોર્ટિંગ એક્ટરના રોલમાં જોવા મળ્યા હતા. તેમણે એક્ટર તરીકે બહુ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે. આ પછી, તેમણે 1980માં પોતાની પ્રોડક્શન કંપની ખોલી અને તે જ વર્ષે ફિલ્મ ‘આપ કે દીવાને’ બનાવી. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર મોટી ફ્લોપ સાબિત થઈ. જોકે, આ સિવાય તેમણે ‘કિંગ અંકલ’, ‘કોયલા’, ‘કહો ના પ્યાર હૈ’, ‘કોઈ મિલ ગયા’, ‘કરણ-અર્જુન’, ‘ક્રિશ’ અને ‘ક્રિશ 2’ જેવી ફિલ્મોનું ડિરેક્શન કર્યું છે.