રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ધીમી પીચ પર શાનદાર બેટિંગના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સને તેના હોમ ગ્રાઉન્ડ પર 50 રનથી હરાવ્યું. શુક્રવારે ચેપોક ખાતે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા RCBએ 196 રન બનાવ્યા હતા. જવાબમાં CSK ફક્ત 146 રન જ બનાવી શક્યું. RCBના કેપ્ટન રજત પાટીદારે ફિફ્ટી ફટકારી, તેમણે 51 રન બનાવ્યા. ટીમના વધુ 4 બેટ્સમેનોએ 20થી વધુ રન બનાવ્યા અને સ્કોર 190ને પાર પહોંચાડ્યો. જોશ હેઝલવુડે 3 વિકેટ લીધી. ચેન્નાઈ તરફથી રચિન રવિન્દ્રએ 41 અને એમએસ ધોનીએ 30 રન બનાવ્યા. નૂર અહેમદે 3 વિકેટ લીધી. મેચ એનાલિસિસ 5 પોઈન્ટમાં… 1. પ્લેયર ઓફ ધ મેચ ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, RCBએ ઝડપી શરૂઆત કરી પરંતુ 76 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી. અહીં કેપ્ટન રજત પાટીદાર બેટિંગ કરવા આવ્યા, તેમણે પણ ઝડપી બેટિંગ કરી. પાટીદારે ધીમી પિચ પર 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને ફિફ્ટી ફટકારી. તેણે માત્ર 32 બોલમાં 51 રન બનાવ્યા અને 18મી ઓવરમાં ટીમનો સ્કોર 176 સુધી પહોંચાડ્યો. આ પ્રદર્શનને કારણે તે પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો. 2. વિજયનો હીરો
3. ફાઇટર ઓફ ધ મેચ ચેન્નાઈ તરફથી ફક્ત ડાબોડી સ્પિનર નૂર અહેમદ જ ફાઈટ કરી શક્યો. તેણે 4 ઓવરમાં 36 રન આપ્યા પણ 3 મોટી વિકેટો લીધી. નૂરે ફિલ સોલ્ટ, વિરાટ કોહલી અને લિયામ લિવિંગસ્ટનને પેવેલિયન મોકલ્યા. જોકે, તેને બીજા છેડેથી કોઈ ટેકો મળ્યો ન હતો. 4. ધ ટર્નિંગ પોઈન્ટ CSKએ રજત પાટીદારના 3 કેચ છોડ્યા. પહેલો 17 રન પર, બીજો 19 રન પર અને ત્રીજો 20 રન પર હતો. તેણે આ જીવનદાનનો ફાયદો ઉઠાવ્યો અને 51 રનની ઇનિંગ રમી. તેણે જ મિડલ ઓવરોમાં સ્કોરિંગ રેટ ઊંચો રાખ્યો અને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી. 5. કોણે શું કહ્યું? CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે કહ્યું મને લાગે છે કે આ પીચ પર 170 રનનો સ્કોર ઘણો હતો. બીજી ઇનિંગમાં બેટિંગ એટલી સરળ નહોતી. જ્યારે તમે 20 રન વધુ ચેડ કરચા હોવ, ત્યારે તમારે પાવરપ્લેમાં ઝડપી શરૂઆતની જરૂર હોય છે. જે અમે ન કર્યું. નવો બોલ ધીમે ધીમે આવી રહ્યો હતો. અમે પણ સારી ફિલ્ડિંગ કરી ન હતી. જોકે, અમે મોટા માર્જિનથી હાર્યા નથી. ભવિષ્ય માટે, અમારે એ જોવું પડશે કે બીજા કયા પાસાઓમાં સુધારો કરવાની જરૂર છે. RCBના કેપ્ટન રજત પાટીદાર મારા મતે, અમે આ પીચ પર સારો સ્કોર બનાવ્યો. બોલ થોડો સ્ટોપ લઈને આવી રહ્યો હતો, જેના કારણે ફોર કે સિક્સર મારવી સરળ નહોતી. સ્પિનરોને પિચ પરથી મદદ મળી રહી હતી. લિવિંગસ્ટને શાનદાર બોલિંગ કરી. પાવરપ્લેમાં અમને ૩ વિકેટ મળી. ચેપોકમાં રમવું હંમેશા ખાસ હોય છે. જે રીતે તેના ફેન્સ તેમને સપોર્ટ કરે છે.