તમિલ એક્ટ્રેસ શ્રુતિ નારાયણનનો કાસ્ટિંગ કાઉચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો હતો. તેના પર એક્ટ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે લીક થયેલા વીડિયોને વાયરલ કરી રહેલા લોકો પર ઘણો ગુસ્સો ઠાલવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી ગુસ્સો ઠાલવ્યો શ્રુતિ નારાયણને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી. તેમાં તેણીએ લખ્યું કે, આ સમય તેમના અને તેમના પરિવાર માટે ખૂબ મુશ્કેલી ભરેલો છે. તેમજ જે લોકો લીક થયેલો વીડિયો વાયરલ કરી રહ્યા છે તેના પર આકરા પ્રહારો પણ કર્યા છે. જોકે, એક્ટ્રેસે એવું નથી કહ્યું કે આ તેનો વીડિયો છે. વાયરલ વીડિયો ડીપફેક પણ હોય શકે છે. ‘તમારા માટે આ માત્ર એક મનોરંજક કન્ટેન્ટ છે’ શ્રુતિ નારાયણને લખ્યું,’ તમારા માટે આ માત્ર એક મજાક અને મનોરંજક કન્ટેન્ટ છે પરંતુ મારા અને મારા પરિવાર માટે આ મુશ્કેલ સમય છે. આ પરિસ્થિતિને સંભાળવી પણ મુશ્કેલ થઈ રહી છે. તમારી માતા, બહેન કે ગર્લફ્રેન્ડના વીડિયો જુઓ- શ્રુતિ શ્રુતિ નારાયણને વીડિયો વાયરલ કરી રહેલા લોકો પર આકરા પ્રહારો કરતા લખ્યું, ‘હું પણ એક છોકરી છું અને મારો પણ પરિવાર છે, નજીકના સંબંધીઓ છે. પણ તમે લોકો મારી પરિસ્થિતિને વધુ ખરાબ બનાવી રહ્યો છે. હું તમને બધાને વિનંતી કરું છું કે આ વીડિયોને આગની જેમ ન ફેલાવો, જો તમારે ફેલાવવો જ છે તો પહેલા તમારી માતા, બહેન કે ગર્લફ્રેન્ડના વીડિયો જુઓ. તેમનું પણ તેવું જ શરીર છે. જેવું મારું છે. તો જાઓ અને તેમના વીડિયોનો આનંદ માણો’. ‘લીક થયેલા વીડિયો કોઈનું જીવન બરબાદ કરી શકે છે’ શ્રુતિ નારાયણને ઈન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરી છે, જેમાં તેણીએ લખ્યું, ‘ આ પ્રકારના લીક થયેલા વીડિયો કોઈનું જીવન બરબાદ કરી શકે છે. માણસ બનો, વીડિયો ભલે વાસ્તવિક હોય કે ડીપફેક, લીક થયેલો વીડિયો શેર કરવો ભારતમાં ગુનો છે. આ અંગે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે.’ ત્યારબાદ એક્ટ્રેસે એ કાનૂની પગલાંઓની યાદી શેર કરી, જે લીક થયેલા વીડિયોને શેર કરવામાં સામેલ લોકોની વિરૃદ્ધમાં લઈ શકાય છે. કેટલાક લોકોએ આ વીડિયોને ડીપફેક ગણાવ્યો વાયરલ થયેલો વીડિયો લગભગ 14 મિનિટ લાંબો છે. જેમાં એક છોકરી ન્યૂડ જોવા મળે છે. તેનો ચહેરો શ્રુતિ નારાયણન સાથે મળતો આવે છે. જોકે, કેટલાક લોકોનું માનવું છે કે, આ વીડિયો AI અથવા ડીપફેક પણ હોઈ શકે છે. વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શ્રુતિ નારાયણન કોણ છે? 24 વર્ષની શ્રુતિ નારાયણન ચેન્નઈની છે. તેણે તમિલ ટીવી સિરિયલોથી એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. ફિલ્મોમાં આવ્યાં પહેલા તેણી તમિલ સિરિયલ ‘સિરાગડિક્કા આસાઈ’માં જોવા મળી હતી. આ સિરિયલથી જ તેને ઓળખ મળી હતી. એક્ટિંગ ઉપરાંત તે ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ પ્રખ્યાત છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ઓડિશનના વીડિયો સહિત અલગ-અલગ રીલ્સ શેર કરી છે.