back to top
Homeગુજરાતનબીરાઓએ અકસ્માત સર્જી ડ્રાઇવર બદલ્યો, CCTV:સૌ. યુનિના કાયદા વિભાગના HOD અને ભાભા...

નબીરાઓએ અકસ્માત સર્જી ડ્રાઇવર બદલ્યો, CCTV:સૌ. યુનિના કાયદા વિભાગના HOD અને ભાભા ગેસ્ટહાઉસના પુત્રને બચાવવાનો પ્રયાસ; પોલીસ પર આરોપીઓ સાથે સેટિંગ કર્યાનો આરોપ

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં નબીરાઓ બેફામ બન્યા છે અને પૂરપાટ ઝડપે ગાડી ચલાવી અકસ્માતો સર્જી રહ્યા છે. રાજકોટમાં ગત તારીખ 21 માર્ચના રોજ રાજકોટ ન્યારી ડેમ રોડ પર એક પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે સામેથી આવતા એક્ટિવા ચાલક યુવાનને અડફેટે લઇ નાસી છૂટ્યા હતા. જોકે કાર પંક્ચર થતાં થોડે દૂર આગળ જઈ ઉભા રહ્યા હતા અને અન્ય ગાડી બોલાવી ન્યાંથી નાસી છૂટ્યા હતા. અકસ્માત સમયના CCTV સામે આવતા અકસ્માત સર્જનાર યુવક ડ્રાઇવિંગ સીટ પરથી ઉતરી બીજી બાજુ પાછળવાળી સીટ આવીને બેસતો અને અન્ય એક મોટી ઉંમરનો વ્યક્તિ ડ્રાઇવિંગ કરતો હોવાનું બતાવી નબીરાને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની લેખિત રજૂઆત ફરિયાદી દ્વારા ગૃહમંત્રી સુધી કરવામાં આવી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકના ફોનમાં તેમના સંબંધીનો ફોન આવતા કોઈ અજાણયા વ્યક્તિ દ્વારા અકસ્માતની જાણ કરતા તેઓ તુરંત આવી તેને હોસ્પિટલ લઇ ગયા હતા. અકસ્માત અંગે ફરિયાદમાં તાલુકા પોલીસ અકસ્માત સર્જનાર કારચાલકને બચાવી અન્ય ડ્રાઇવર દર્શાવી નબીરાને છાવરતા હોવાનો આક્ષેપ સીસીટીવીના પુરાવા સાથે કરી રહ્યા છે. પોલીસ આરોપીઓને છાવરી રહી હોવાનો આરોપ
આ અંગે ફરિયાદી ક્રિશ અમિતભાઇ મેરે ગૃહમંત્રી, પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર, ડીસીપી ક્રાઇમ સહિતના અધિકારીઓને લેખિત રજૂઆત કરી તાલુકા પોલીસ નબીરાઓને છાવરી ફરિયાદીને ખોટા કેસમાં ફિટ કરી દેવા ધમકી આપતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ફરિયાદીના કહેવા પ્રમાણે અકસ્માત સર્જનાર કારચાલક સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના હ્યુમન રાઇટ્સ ભવનનાં હેડ અને લીગલ વિભાગનાં ઇન્ચાર્જ અઘ્યક્ષ રાજુભાઈ મુરલીભાઈ દવે અને જસ્મીનભાઈ મુરલીભાઈ દવે પરિવારનો પુત્ર છે અને કાર ભાભા હોટલના માલિકની છે. જે બન્ને રાજકોટમાં સારી નામના ધરાવે છે માટે પોલીસ તેને છાવરી રહી છે. એક ટાટા નેક્ષોન ફૂલ સ્પીડે આવતી હતી
ફરિયાદી ક્રિશ અમિતભાઇ મેર એ ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજકોટ પોલીસ કમિશનર, રાજકોટ જિલ્લા કલેક્ટર, રાજકોટ ડીસીપી ક્રાઇમ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇને સંબોધી કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, તા. 21/03/2025ના રોજ બપોરે 3.28 વાગ્યે ન્યારી ડેમ રોડ ઉપર આઉટ ઓફ ધ બોક્ષ વાળા ચોક નજીક સફેદ કલરનું એક્ટિવા નંબર GJ-03-NS-9979 લઈને પરાગભાઈ ગોહેલ કાલાવડ રોડ તરફથી ન્યારી ડેમ તરફ બેલાવીસ્ટા બંગ્લોઝ ખાતે જઈ રહ્યો હતો. આ સમયે નયારી ડેમ પાસેથી કાલાવડ રોડ બાજુ જતા રોડ ઉપર એક સફેદ કલરની ટાટા નેક્ષોન ગાડી નંબર GJ-03-NB-6411 પૂરઝડપે આવતી હતી. યુવકે અકસ્માત સર્જી તાત્કાલિક સીટ બદલી નાખી
કારે આઉટ ઓફ ધ બોક્ષ પાસે ચોકમાં એક્ટિવાચાલકને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી તેઓ આગળ દૂર જઈ ટાયર પંકચર હોવાથી ઉભા રહ્યા હતા અને તેમાથી ત્રણ વ્યકિત નીચે ઉતર્યા હતા. ડ્રાઈવિંગ સીટ પરથી નીચે ઉતરતો હતો તે ઉંચો એવો છોકરો હતો અને તે તરત જ પાછળના દરવાજે આવી બેસી ગયો હતો. જ્યારે ગાડીમાં પાછળ બેસેલો આઘેડ ઉંમરનો માણસ આગળ ડ્રાઈવિંગ સીટે બેસેલો અને ત્યારબાદ ત્રણેય વ્યક્તિ ફરીથી બહાર આવ્યા હતા અને આ પાછળ બેસેલો વ્યક્તિ ગાડી ચલાવતો હોય તેવુ દર્શાવ્યું હતું. અજાણી વ્યક્તિએ એક્સિડન્ટ થયું હોવાનું જણાવ્યું
અકસ્માતથી ઈજાગ્રસ્ત યુવાન રસ્તા ઉપર બેભાન હાલતમાં તેમજ લોહી લુહાણ થઈ રોડ ઉપર ઉંધો પડેલો હતો. તેની પાસે જઈ માનવતા દાખવી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાના બદલે કે 108 બોલાવાના બદલે આ ત્રણ વ્યક્તિ સામે આવેલા પાનના ગલ્લે જઈ ઉભા રહ્યા હતા અને તેમની ટાટા નેક્ષોન ગાડી પંકચર થઇ હોવાથી અને ચાલી શકે તેમ ન હોવાથી બીજી ગાડી બોલાવી ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ સમયે મેં પરાગભાઈ ગોહેલના ફોનમાં ફોન કરેલો તો તેનો ફોન કોઈ અજાણ્યા વ્યક્તિએ ઉપાડી પરાગભાઈનું એક્સિડન્ટ થયું હોવાનું જણાવ્યું હતું. અકસ્માતના કારણે હજુ પણ ઇજાગ્રસ્ત ICUમાં દાખલ
અકસ્માત થયો હોવાનું સાંભળી હું તુરંત ફોર વ્હિલર કાર લઈ બનાવના સ્થળે પહોંચ્યો હતો અને જોયું તો તે સમયે પરાગ લોહી લુહાણ હાલતમાં રોડ ઉપર પડ્યો હતો. આથી તેમને મારી કારમાં પાછલી સીટમાં સુવડાવી હું સિવિલ હોસ્પીટલ લઈ ગયો હતો. ત્યારબાદ કેસ સીરીયસ હોવાથી એમ્બ્યુલન્સમાં ત્યાંથી વોકહાર્ટ હોસ્પીટલે લઈ ગયા હતા અને તા .21/03/2025થી આજ દિવસ સુધી પરાગ ગોહેલ વોકહાર્ટ હોસ્પિટલમાં ICUમાં દાખલ છે અને હાલ તેની હાલત ગંભીર માનવામાં આવી રહી છે. અકસ્માતના કારણે પરાગને બ્રેઈન હેમરેજ તથા આખા બોડીમાં ઘણી ઈજાઓ થઈ છે. તપાસ અધિકારી રાડારાડી કરી ગસ્સે થઈ ગયા
આ અકસ્માત તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલો હોવાથી અમને તાલુકા પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. ત્યારે અકસ્માત સર્જનાર ડ્રાઈવર તરીકે પ્રવિણસિંહ બચુભા જાડેજા તાલુકા પોલીસ સ્ટેશને હાજર થયા હતા તેવું જણાવ્યું હતું. અમે પોલીસને સ્પષ્ટપણે કહ્યું કે, આ પ્રવિણસિંહ બચુભાઈ જાડેજા ગાડી ચલાવતા ન હતા ડ્રાઈવર સીટ ઉપર એક ઉંચી હાઈટવાળો છોકરો બેઠેલો હતો અને તેની બાજુમાં એક બીજો છોકરો બેઠો હતો. આ બંને છોકરાઓ એકદમ યંગ હતા. ત્યારે તપાસ કરતા પોલીસ એસ.પી.ચૌહાણએ અમારી ઉપર રાડારાડી કરી ગુસ્સે થઇ ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે, તમારે ફરિયાદ લખાવી છે કે નહીં અને ફરિયાદ પોલીસ લખશે તેમ લખાશે તમે કહેશો એમ નહિ થાય. કઈ બોલીશું તો ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી
પંચનામા દરમિયાન પોલીસ દ્વારા એક્ટિવા તથા ટાટા નેક્ષોન ગાડી પોલીસ સ્ટેશને મંગાવી લેવામાં આવી અને ત્યારબાદ એક્ટિવા તથા ફોર વ્હીલર સ્થળે હાજર ન હોવાથી અને પોલીસ સ્ટેશને હોવાથી ત્યારે એક્સિડન્ટનો જે જગ્યાએ બનાવ બન્યો હતો તેનું પંચનામું કરવામાં આવ્યું હતું. પોલીસકર્મી નીલેષ ચાવડાએ ધમકી આપતા કહ્યું કે, હું અથવા મારા મોટાભાઈ કશુ બોલશું તો ખોટા કેસમાં ફિટ કરી દેશું. જેમ ચાલે છે તેમ ચાલવા દયો એ જ તમારા ફાયદામાં છે, બાકી રાત્રે પોલીસ સ્ટેશનમાં અંદર બેસાડી દેશું. આરોપીઓ સાથે પોલીસે સેટિંગ કર્યું હોવાનો આરોપ
અમને જાણવા મળ્યું છે કે, એક્સિડન્ટ જે ટાટા નેક્ષોન ગાડીથી થયું છે તે ગાડી રાજેશકુમાર મગનલાલ મહેતાની છે અને તે ભાભા ગેસ્ટ હાઉસના માલિક છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રાઇટ્સ ભવનનાં હેડ અને લીગલ વિભાગનાં ઇન્ચાર્જ અઘ્યક્ષ રાજુભાઈ મુરલીભાઈ દવે અને જસ્મીનભાઈ મુરલીભાઈ દવે બંને ભાઈઓ છે તે દવે પરિવારનો સુપુત્ર કાર ચલાવતો હતો અને એક્સિડન્ટ કર્યો છે અને આ એક્સિડન્ટમાં ભાભા ગેસ્ટ હાઉસ વાળા અને દવે પરિવાર રાજકોટમાં મોટુ નામ ધરાવતા હોવાથી પૈસા અને પાવરનો યુઝ કરી પોલીસ કાર્યવાહી સાથે છેડછાડ કરી અને ઈન્વેસ્ટીગેટીંગ ઓફિસર સાથે મળી આ ટાટા નેક્ષોન ગાડીનો ડ્રાઈવર બદલી નાખ્યો છે. અમારી ફરિયાદમાં ખોટી રીતે પ્રવિણસિંહ બચુભા જાડેજાને ડ્રાઈવર તરીકે દર્શાવી દેવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments