વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને તેમની બીજી કંપની, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની xAI ને વેચી દીધી છે. આ એક ઓલ-સ્ટોક ડીલ છે, જે 33 બિલિયન ડોલર (લગભગ ₹2.82 લાખ કરોડ)માં થઈ છે. મસ્કે શુક્રવારે એક X પોસ્ટમાં આ માહિતી આપી. મસ્કે X પર લખ્યું- “xAI અને X નું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે”. આજે આપણે ઓફિશિયલી ડેટા, મોડેલ, કેપ્યુટ, વિગતો અને ટેલેન્ટને એક સાથે જોડી રહ્યા છીએ. આ બંનેનું સંયોજન xAIની એડવાન્સ AI કેપિસિટી અને કુશળતાને Xની વ્યાપક પહોંચ સાથે જોડીને ભવિષ્યની શક્યતાઓ પર કામ કરશે. 2022માં $44 બિલિયન ડોલરમાં ખરીહી હતી કંબાઈન કંપની ટ્રુથ અને નોલેજને આગળ વધારવાના અમારા કોર મિશન માટે કામ કરતા કરોડો લોકોને વધુ સ્માર્ટ અને પોઝિટિવ એક્સપીયિયંસ આપશે. મસ્કે 2022માં ટ્વિટરને 44 બિલિયન ડોલર (વર્તમાન મૂલ્ય – ₹3.76 લાખ કરોડ) માં ખરીદ્યું. આ પછી, તેમણે પ્લેટફોર્મનું નામ બદલીને X કરવા સહિત અન્ય ઘણા ફેરફારો કર્યા હતા 1. અડધાથી વધુ કર્મચારીઓને બરતરફ કર્યા: 27 ઓક્ટોબર, 2022ના રોજ ટ્વિટર ખરીદ્યા પછી, મસ્કે પ્રથમ કંપનીના ચાર ટોપ અધિકારીઓને બરતરફ કર્યા. જેમાં CEO પરાગ અગ્રવાલ, ફાઇનાન્સ ચીફ નેડ સેગલ, લીગલ એક્ઝિક્યુટિવ વિજયા ગડ્ડે અને સીન એડગેટ સામેલ હતા. જ્યારે મસ્કએ Xનો ચાર્જ સંભાળ્યો ત્યારે લગભગ 7500 કર્મચારીઓ હતા, પરંતુ હવે માત્ર 2500 જ રહ્યા છે. 2. ઘણા બ્લોક કરેલા એકાઉન્ટ્સને અનબ્લૉક કર્યા: નવેમ્બર 2022માં, મસ્કે ઘણા બ્લૉક કરેલા એકાઉન્ટને અનબ્લૉક કર્યા, જેમાં ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ પણ સામેલ હતું. તેમણે ટ્રમ્પની વાપસી બાબતે એક પોલ કર્યો હતો. તેમણે પૂછ્યું હતું કે, શું રાષ્ટ્રપતિ ટ્રમ્પનું એકાઉન્ટ ફરી ચાલુ કરવું જોઈએ. હા કે ના. 1.5 કરોડથી વધુ યુઝર્સે મતદાનમાં ભાગ લીધો અને 52% લોકોએ હામાં જવાબ આપ્યો હતો. 3. બ્લુ સબ્સ્ક્રિપ્શન સેવા 12 ડિસેમ્બર, 2022ના રોજ શરૂ થઈ: ઈલોન મસ્કે કેટલાક દેશોમાં દર મહિને 8 ડોલરમાં બ્લુ સબ્સ્ક્રિપ્શન શરૂ કર્યું. ભારતમાં વેબ યુઝર્સ માટે ફેબ્રુઆરી 2023માં 650 રૂપિયાના મોબાઇલમાં 900 રૂપિયા પ્રતિ મહિનાના દરે લૉન્ચ કરવામાં આવ્યો. તેમાં બ્લુ ટિક, લાંબી વિડિયો પોસ્ટ સહિત અનેક સુવિધાઓ મળે છે. મસ્કે હવે આ સેવાનું નામ ટ્વિટર બ્લુથી બદલીને X પ્રીમિયમ કરી દીધુ છે. 4. 20 એપ્રિલ, 2023ના રોજ લીગેસી બ્લુ ચેક માર્કસ દૂર કરવામાં આવ્યા: મસ્કે તેના પ્લેટફોર્મ પરથી તમામ લેગેસી બ્લુ ચેક માર્કસ દૂર કર્યા. બ્લુ ચેક માર્કસ પહેલા રાજકારણીઓ, સેલિબ્રિટીઓ, પત્રકારો અને અન્ય
જાહેર વ્યક્તિઓના ચકાસાયેલ એકાઉન્ટ્સ માટે આરક્ષિત હતું. મસ્કએ તેને સબસ્ક્રિપ્શન સેવામાં ઉમેર્યું હતું. હવે સબ્સ્ક્રાઇબ કરેલા યુઝર ટ્વિટર ટીમ દ્વારા રિવ્યુ કર્યા પછી જ બ્લુ ચેકમાર્ક મળે છે. 5. કેરેક્ટર લિમિટ વધી, પોસ્ટ વાંચવા માટેની લિમિટ: મસ્કે પોસ્ટ્સની કેરેક્ટર લિમિટ 280 થી વધારીને 25,000 કરી છે. જ્યારે આ કંપની બની કેરેક્ટર લિમિટ 140 હતી ત્યારે પોસ્ટ વાંચવા માટે પણ
લિમિટ લાગુ કરવામાં આવી છે. વેરિફાઈડ યુઝર્સ એક દિવસમાં માત્ર દસ હજાર પોસ્ટ જ વાંચી શકે છે. અનવેરિફાઇડ યુઝર્સ એક હજાર પોસ્ટ વાંચી શકે છે, જ્યારે નવા અનવેરિફાઇડ યુઝર્સ દરરોજ
માત્ર 500 પોસ્ટ જ વાંચી શકે છે. 6. લિન્ડા યાકારિનોને કંપનીની સીઈઓ બનાવવામાં આવ્યા: 5 જૂન, 2023ના રોજ, લિન્ડા યાકારિનો કંપનીના CEO તરીકે જોડાયા. આ પહેલા તેઓ એનબીસી યુનિવર્સલ ખાતેગ્લોબલ એડવર્ટાઈઝીંગ એન્ડ પાર્ટનરશિપના ચેરમેન હતા. લિન્ડાને મસ્કે કંપનીની સીઈઓ બનાવ્યા હતા. લિન્ડા પહેલા તેઓ પોતે આ જવાબદારી સંભાળતા હતા. 7. નામ બદલવા પર પ્લેટફોર્મનું નામ અને લોગો બદલીને X કર્યો: 24 જુલાઈ, 2023ના રોજ, ઈલોન મસ્કે ‘ટ્વિટર’નું નામ અને લોગો બદલીને X કર્યુ હતું. મસ્ક નામ બદલવા બાબતે કહ્યું હતું- આવનારા મહિનાઓમાં ટ્વિટર તમામ પ્રકારની નાણાકીય સેવાઓ પુરી પાડશે. આવી સ્થિતિમાં ટ્વિટર નામનો કોઈ અર્થ નથી. જ્યારે CEO લિન્ડા યાકારિનોએ કહ્યું- AI પાવર્ડ ‘X’ અમને તે રીતે જોડશે જેની આપણે હાલમાં કલ્પના કરવાનું શરૂ કર્યું છે. 8. ઑડિયો અને વિડિયો કૉલ ફીચર રોલઆઉટ: 26 ઑક્ટોબર 2023માં X પર ઑડિયો-વીડિયો કૉલ ફીચર રોલઆઉટ કર્યું. આ સુવિધા હાલમાં માત્ર iOS પર ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં Android પર પણ મળશે. પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સ ઑડિયો-વિડિયો કૉલ્સ કરી શકશે. જ્યારે અન્ય યુઝર્સ માત્ર કોલ રિસીવ કરી શકશે. મસ્કએ X પોસ્ટ દ્વારા જણાવ્યું કે આ ઓડિયો-વીડિયો કોલિંગનું શરુઆતનું વર્ઝન છે.