મહુધા તાલુકામાં એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ઠાસરા તાલુકાના સૈયત ગામના 40 વર્ષીય મહેશભાઈ શનાભાઈ ચાવડાનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. મહેશભાઈ પોતાના મિત્રને લેવા સરદારપુરા ગામે જઈ રહ્યા હતા. અલીણા નજીક પહોંચતા જ એક અજાણી કારે તેમની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે મહેશભાઈ મોટરસાયકલ સાથે રોડની બાજુમાં આવેલી ગટરની કાંસના પાણીમાં પડ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજાઓના કારણે મહેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતકના મોટાભાઈ જયેશભાઈ ચાવડાએ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ફરાર થયેલા કાર ચાલકની શોધખોળ માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.