સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે સમર શિડ્યૂલ 30 માર્ચથી અમલમાં આવશે, જેમાં બે નવી ફ્લાઇટ્સ ઓપરેટ કરવા માટે સ્લોટની માગ કરવામાં આવી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ અને સ્ટાર એર એરલાઇન્સે નવી સેવાઓ શરૂ કરવાની યોજના ઘડી છે, જે શહેરની એર કનેક્ટિવિટી માટે મહત્વની સુધારા લાવશે. એર ઇન્ડિયા એક્સપ્રેસે દિલ્હી-સુરત-દિલ્હી રૂટ માટે દૈનિક ફ્લાઇટ શરૂ કરવા માટે સ્લોટની અરજી આપી છે. જ્યારે સ્ટાર એરએ જામનગર-સુરત-ભુજ-સુરત-જામનગર રૂટ માટે દૈનિક ફ્લાઇટ માટે સ્લોટ મંજૂર કરવાની માગ કરી છે. આ નવી ફ્લાઇટ્સ સુરતના મુસાફરો માટે વધુ વિકલ્પો ઊભા કરશે અને બિઝનેસ તેમજ પ્રવાસન ક્ષેત્રે વધારાની સુવિધા આપશે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા આ માટેના સ્લોટ્સ મંજૂર કરવામાં આવી રહ્યા છે, પરંતુ અંતિમ નિર્ણય એરલાઇન્સના અધિન રહેશે. ફ્લાઇટ્સનું સમયપત્રક (ટેન્ટેટિવ)
એર ઇન્ડિયા એક્સપ્રેસ સ્ટાર એર આ બન્ને ફ્લાઇટ્સ 30 માર્ચથી 25 ઓક્ટોબર, 2025 સુધી દૈનિક ઓપરેટ કરવા માટે મંજૂરી માટેની અરજી કરવામાં આવી છે. જો આ ફલાઈટ્સ મંજૂર થશે, તો સુરતના મુસાફરો માટે એર ટ્રાવેલ વધુ અનુકૂળ બનશે. 30 માર્ચ પછી એર ઇન્ડિયા એક્સપ્રેસની IX 2749 ફ્લાઇટ પટનાથી સુરત માટે વાયા બેંગલુરુ એકજ પી.એન.આર પર ઉપલબ્ધ રહેશે. મુસાફરો માટે આનંદની વાત એ છે કે, હવે તેમને વિમાન બદલવાની જરૂર નહીં રહે, જે તેમની યાત્રાને વધુ સુગમ અને આરામદાયક બનાવશે. આ સુવિધા પ્રવાસીઓ માટે સમય બચાવનારી અને વધુ અનુકૂળ બની રહેશે.